AhmedabadCrimeNews

ઠગબાજોથી સાવધાન: ઓછા વ્યાજની લોનની લાલચ આપી વેપારીને રૂ.45 લાખમાં છેતર્યો

10 કરોડની લોન અપાવવાનું કહી શખ્સોએ વેપારી પાસેથી 45 લાખ રૂપિયા પડાવી લીધા
અમદાવાદમાં લોન આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તેમાં એક વાસણના વેપારીને છેતરવામાં આવ્યો છે. જ્યારે પાંચ લોકો દ્વારા વાસણના વેપારીને છેતરવામાં આવ્યો છે.

આ બાબતમાં અમદાવાદમાં 10 કરોડ રૂપિયા સુધીની લોન અપાવવાની લાલચ આપીને 45 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં પાંચ વ્યક્તિઓ સામે વાસણના કાપડના વેપારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વાસણના સહજ સેપિયન્સના 55 વર્ષીય જગદીશ ચંદેલ દ્વારા ગુરુવારના સ્થાનિક પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું છે કે, તેઓ અમૃત દેસાઈ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને તેના દ્વારા તેમને 2.50 કરોડ રૂપિયાની લોન નજીવા વ્યાજ પર આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

દેસાઈ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તે ખાનગી બેંકમા નોકરી કરતો હતો, જે અંદાજે 5 ટકાના વાર્ષિક દરે બિઝનેસ લોન આપવામાં આવી રહી હતી. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચંદેલને કેટલાક પૈસા ચૂકવવા માટે જણાવવામાં આવ્યું હતું. ચંદેલ દ્વારા 20 મે, 2016 થી 15 ઓક્ટોબર, 2016 દરમિયાન 1.55 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ત્યાર બાદ દેસાઈ દ્વારા ચંદેલની ઓળખાણ ધીરુ વાઘેલા નામના વ્યક્તિ સાથે કરાવવામાં આવી હતી અને તેણે પણ પ્રક્રિયા માટે કેટલાક રૂપિયા પણ માંગ્યા હતા. ચંદેલ દ્વારા 15 માર્ચ, 2017 થી 7 જુલાઈ, 2017 ની વચ્ચે વાઘેલાને અંદાજે 1.75 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દેસાઈ અને વાઘેલા દ્વારા બાદમાં ચંદેલનો પરિચય રાકેશ સથવારા સાથે કરાવવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે, તે બ્યૂરોક્રેટને ઓળખે છે અને 5 કરોડની લોન અપાવવામાં મદદ કરી શકશે. ચંદેલ દ્વારા 23 જુલાઈ 2017 થી 23 જુલાઈ 2018 માં સથવારાને 24 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દરેક પ્રકારની ફી ભર્યા બાદ પણ લોન તેમને મળી નહોતી.

ત્યાર બાદ દેસાઈ દ્વારા ચંદેલની ઓળખાણ સુરેશ બાદશાહ સાથે કરાવવામાં આવી હતી અને તેના દ્વારા તેમને 10 કરોડની લોન અપાવવામાં મદદનું વચન આપવામાં હતું. પરંતુ ચંદેલને લોન મંજૂર કરાવવા માટે નાણા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જુલાઈ 2018 થી જાન્યુઆરી 2021ની વચ્ચે તેમણે બાદશાહને 17 લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ દેસાઈએ ચંદેલની મુલાકાત આનંદ કુમાર સાથે પણ કરાવી હતી, જેણે ખાડિયામાં ચંદેલના ધંધાની ‘ફિલ્ડ વિઝિટ’ કરી હતી અને લાંચ તરીકે 2 લાખ રૂપિયા લઈ લીધા હતા. જ્યારે પોતે છેતરાયા હોવાની જાણ થતા જ ચંદેલે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી દીધી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker