ઓક્સફેમની રિપોર્ટમાં ખુલાસો: દુનિયામાં દર 33 કલાકે 10 લાખ લોકો ગરીબીના ખાડામાં

આખી દુનિયામાં દર 33 કલાકે 10 લાખ લોકો ગરીબીના ખાડામાં પડી રહ્યા છે. આ દરે આ વર્ષે ઓછામાં ઓછા 26.30 કરોડ લોકો ગરીબી રેખા નીચે જવાની ધારણા છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન ઓક્સફેમ ઈન્ટરનેશનલે ‘પ્રોફિટિંગ ફ્રોમ પેઈન’ શીર્ષક હેઠળના તેના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો પાછલા દાયકાઓની સરખામણીમાં ઝડપથી વધી છે.

દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ચાલી રહી છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલે પોતાના રિપોર્ટમાં સોમવારે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વિશ્વમાં દર 30 કલાકે એક નવો અબજોપતિ ઉભરી રહ્યો છે. તેનાથી વિપરિત આ વર્ષે હવે દર 33 કલાકે 10 લાખ લોકો અત્યંત ગરીબીના ખાડામાં જઇ રહ્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જાહેર-ખાનગી ભાગીદારીનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. બે વર્ષથી વધુ સમય બાદ દાવોસમાં તેની બેઠક મળી રહી છે.

ઓક્સફેમના અહેવાલ મુજબ, રોગચાળા દરમિયાન દર 30 કલાકે એક નવો અબજોપતિ ઉભરી આવ્યો છે. આ દરમિયાન કુલ 573 લોકો નવા અબજોપતિ બન્યા છે. સંગઠને કહ્યું કે અમને ડર છે કે આ વર્ષે દર 33 કલાકમાં 10 લોકોના દરે 26.30 કરોડ લોકો અત્યંત ગરીબીનો શિકાર બનશે. કોવિડ-19ના પ્રથમ બે વર્ષમાં અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા 23 વર્ષની સરખામણીએ વધુ વધારો થયો છે. વિશ્વના અબજોપતિઓની કુલ સંપત્તિ હવે વૈશ્વિક જીડીપીના 13.9 ટકા જેટલી છે. 2000માં તે 4.4 ટકા હતો, જે ત્રણ ગણો વધી ગયો છે.

બુચરે કહ્યું કે અબજોપતિઓનું નસીબ ચમક્યું નથી. ઉલટાનું તે વધ્યું છે કારણ કે ખાનગીકરણ અને એકાધિકારને કારણે, તેઓ વિશ્વની સંપત્તિનો મોટો હિસ્સો લઈ ગયા છે અને તેમની સંપત્તિ ‘ટેક્સ હેવન’ દેશોમાં છુપાવી રહ્યા છે.

Scroll to Top