કોરોનાની બીજી લહેર સૌથી ઘાતક સાબિત થઈ છે. આ લહેરમાં બાળકો પણ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે સાંભળીને તમને નવાઈ લાગશે કે સુરત શહેરમાં માત્ર 11 દિવસનું બાળક સંક્રમણનું ભોગ બન્યું છે. જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. સાથેજ હોસ્પિટલમાં તબીબી દ્વારા તેને રેમડેસિવિર ઈન્જેકશન પણ આપવામાં આવી રહ્યું છે.
બાળકની સ્થિતી ગંભીર
સમગ્ર મામલે હોસ્પિટલમાં ડૉક્ટરોએ એવું કહ્યું કે બાળકની માતાને કોવિડના લક્ષણો અંગે ખ્યાલ ન આવ્યો. જેના કારણે તેને ચેપ લાગ્યો અને બાળક ગંભીર પરિસ્થિતીમાં મુકાયું હતું. જોકે બાળકની ડિલિવરી સમયે બન્નેના રિપોર્ટ બરાબર હતા. પરંતુ જ્યારે થોડાક દિવસો રહીને બાળકનો એક્સ-રે રિપોર્ટ લેવામાં આવ્યો તે સમયે ડૉક્ટરોને શંકા ગઈ હતી.
એક્સ રિપોર્ટમાં શંકા ગઈ
એક્સરે રિપોર્ટમાં શંકા જતા ડૉક્ટરોએ બાળકનો તેમજ તેની માતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો જેના કારણે તે બંન્નનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. આ મામલે ડોક્ટરોએ કહ્યું કે સગર્ભા મહિલાને શરદી ઉધરસ કે અન્ય કોઈ પણ તકલીફ હોય તો તેની સારવાર અને રિપોર્ટ કરાવા જરૂરી હોય છે. જેના કારણે બાળક જન્મે ત્યારે તેના પર તેની ગંભીર અસર ન થાય.
માતા પહેલાથી પોઝિટીવ હતી
માતાને પહેલાથી લક્ષણો હતા પરંતુ તેણે આ મામલે ગંભીરતા ન રાખી જેથી તબીબોને પણ ખ્યાલ ન આવ્યો. પરંતુ બાળકની તબીયત એકાએક બગડતા ડૉક્ટરોને શંકા ગઈ અને તેમણે એક્સ રે રિપોર્ટ કઢાવ્યો જેમા સામે આવ્યું કે બાળક કોરોના સંક્રમીત છે. જેથી તે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાદમાં તેમને ખબર પડી કે માતાને શરદી અને ખાંસની લક્ષણો હતા.
રિપોર્ટ કઢાવતા ખ્યાલ આવ્યો
તબીબોએ માતાનો ટેસ્ટ કરાવ્યો તો તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો. હાલ તબીબો બાળકને રેમડેસિવિર અને IVGI ઈન્જેકશન આપી રહ્યા છે. બાળક જે હોસ્પિટલમાં તે હોસ્પિટલ નોન કોવિડ છે. પરંતુ તેના માતા પિતાને તકલીફ ન પડે તે માટે તેઓ બાળકને ત્યાજ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે.
બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઉલ્લેખનિય છે કે બાળકને છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિત દર્દીને અપાતી બધીજ સારવાર આપવામાં આવી રહી છે. સાથેજ બાળકની પરિસ્થિતી પણ ઘણી ગભીર છે. જેના કારણે ડૉક્ટરો પણ તેમનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. કે બાળક કોરોનાના સંક્રમણમાંથી બહાર આવી જાય. પરંતુ મહત્વનું છે કે હાલની પરિસ્થિતીને જોતા સગર્ભા મહિલાઓએ તેમના બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.