હાલના સમાજમાં પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જ્યારે અમદાવાદ શહેરથી આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી હતી. અમદાવાદ શહેરમાં રહેનાર 51 વર્ષીય મહિલા દ્વારા તેના પતિ અને નણંદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલાની બાજુમાં તેની નણંદનું ઘર હતું ત્યારે ભાડે રહેનાર મહિલા સાથે તેના પતિને પ્રેમ થયો હતો.
મહિલા દ્વારા પતિનો આ પ્રેમ સંબંધ પકડી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં પતિ દ્વારા આ બાબતને લઈને માફી પણ માંગવામાં આવી હતી. હવે આ ઘટનાના ૧૧ વર્ષ બાદ નવો વળાંક આવ્યો છે જેમાં પતિના ફોનમાંથી આ પ્રેમિકાના અશ્લીલ ફોટો વીડિયો મળી આવતા પતિ દ્વારા આ બાબતમાં બબાલ કરીને મહિલાને ત્રણ વાર તલાક કહી દેવામાં આવ્યું છે.
રિવાજ અનુસાર મહિલા ઇદતમાંથી બહાર આવતા તેણે હવે ફરિયાદ આપતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાબતમાં મકરબા નેહરુનગર ખાતે રહેનારી 51 વર્ષીય મહિલાને ત્રણ પુત્રીઓ પણ છે. એક પુત્રી સાથે આ મહિલા રહે છે અને બે પુત્રીઓના લગ્ન કરાવી દેવામાં આવી છે.
વર્ષ 1991 માં આ મહિલા સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ પતિ તથા અન્ય પરિવારજનો સાથે રહેવા લાગી અને દરજી કામ પણ કરે છે. લગ્ન બાદ આ મહિલાના સાસરિયાઓ તેને સારી રીતે રાખતા હતા. અંદાજે દસેક વર્ષ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી.
પરંતુ બાદમાં વર્ષ 2001 થી મહિલાનો પતિ અને નણંદ નાની-નાની બાબતોમાં ત્રાસ આપવા નું શરુ કરી દીધું હતું. ૧૫ વર્ષ પહેલા મહિલાની સાસુ સસરા અને નણંદ બાજુમાં અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ સાસુ સસરાના અવસાન થયા બાદ આ નણંદ મહિલાના પતિને ચઢામણી કરી ત્રાસ આપવા લાગ્યો હતો.
આ બાબતમાં જાણકારી મળી છે કે, આજથી 11 વર્ષ અગાઉ નણંદના મકાનમાં ભાડે રહેનાર એક મહિલા સાથે પતિનો પ્રેમ સંબંધ આ મહિલા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમાજના આગેવાનોને વચ્ચે રાખી પતિ દ્વારા માફી માંગવામાં આવી અને તેનું કહ્યું કે, આવું ફરીથી ક્યારેય થશે નહિ તેવી માફી માંગી હતી.
આ બાબતમાં થોડા સમય પહેલા જ્યારે મહિલા ઘરે હતી ત્યારે તેનો પતિ નહાવા માટે ગયો હતો ત્યારે મહિલા દ્વારા પતિનો ફોન જોતા 11 વર્ષ પહેલા જે મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો તેના અશ્લિલ ફોટો અને વીડિયો જોવા મળ્યા હતા. જેથી મહિલાએ પતિ સાથે ઝઘડો કર્યો અને નણંદને કહેવામાં આવતા તેણે મહિલાના પતિનો પક્ષ પણ ખેંચ્યો હતો.
ત્યાર બાદ દીકરીઓ આ બાબતની જાણ થતા આવી ગઈ તો પતિએ આ મહિલાને મારે તારી સાથે રહેવું નથી કહીને મહિલાને ત્રણ વાર તલાક બોલી તલાક આપી દેવામાં આવી હતી. જેથી મહિલા ધાર્મિક રિવાજ અનુસાર ત્રણ મહિના ઇદતમાં બેઠેલી હતી. ત્યાર બાદ મહિલા આ અંગે સરખેજ પોલીસને જાણ કરવામાં આવે તો હવે પોલીસ દ્વારા પતિ અને નણંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.