સુરતમાં 11 વર્ષીય સાળાના હત્યા દરમિયાન બનેવીએ ક્રૂરતાની હદ વટાવી, હત્યા કર્યા બાદ ડેડબોડીની છાતી પર કૂદકા માર્યા

પનાસ ખાતે 14 વર્ષની સાળી પર બળાત્કાર કરવાના ગુનામાં 20 વર્ષની સજા ભોગેવ્યા બાદ પેરોલની રજા ઉપર આવેલ બનેવીએ 11 વર્ષના સાળાનું અપહરણ કર્યા બાદ કરપીણ હત્યા કરી નાખી હતી. તેમાં બનવી દ્વારા ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. બનેવી દ્વારા માથા ઉપર બોથડ પદાર્થ વડે ઇજા પહોંચાડવાની સાથે ગળે ટૂંપો આપી મારી નાખવામાં આવ્યો હતો. તેનું મૃત્યુ થયું છે કે નહિ તેની ચકાસણી કરવા હત્યારાએ ડેડબોડીની છાતી ઉપર કૂદકા પણ માર્યા હતા. બાળકની બંને તરફની પાંસળીઓ પણ તોડી નાખવામાં આવી હતી.

ગઇ 22 મીના બપોરના દોઢ વાગ્યાના અરસામાં પનાસમાં રહેનાર 11 વર્ષીય બાળક તેના બનેવી ડબલુ સિંહ સુરેન્દ્રિસિંહ રાજપૂત સાથે ગયા બાદ બંને રહસ્યમય રીતે ગુમ થઇ ગયા હતા. તે જ રાત્રીના 11 વર્ષીય મોટા ભાઇએ બનેવી વિરુદ્ધ અપહરણની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશન પર દાખલ કરી હતી. મોટી બહેનને પરણેલો અને ઘર જમાઇ તરીકે રહેનાર ડબલુ સિંહે 2018 માં સગીર સાળીને યૌનશોષણનો ભોગ બનાવી ગર્ભવતી બનાવી નાખતા 20 વર્ષની સજા ફટકારાઈ હતી.

જ્યારે આ સજામાં જ તે કલેક્ટર પાસે રજૂઆત કરી 16 મીના રોજ પેરોલ લઇને બહાર આવ્યો હતો અને સમાધાન માટે દબાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તે દબાણ લાવવા સગીર સાળાનું અપહરણ કરી ગયો હોવાની શંકા વચ્ચે શનિવારના રોજ આ બાળકની હત્યા કરાયેલી ડેડબોડી ડુમસ રોડ સાયલન્ટ ઝોનમાંથી મળી આવી હતી. હત્યારાએ આ માસૂમની હત્યા કરતી વખતે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. માથામાં બોથડ પદાર્થની ઇજા ઉપરાંત ગળે ફાંસો અને છાતીની પાંસળીઓ પણ તૂટેલી જોવા મળી છે. ટૂંપો આપી હત્યા બાદ બાળક મૃત્યુ પામ્યો છે કે નહિ તેની ચકાસણી કરવા આ ક્રૂર વ્યકિતએ બાળકની ડેડબોડીની છાતી ઉપર કૂદકા પણ માર્યા હતા.

20 રૂપિયા આપી સિટીલાઇટ બતાવવાના બહાને બી.આર.ટી.એસ.માં લઇ ગયો આ બાબતમાં જ્યારે બપોરના સમયગાળા દરમિયાન આ બાળક તેના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ડબલુ સિંહ આવી ગયો હતો. 20 રૂપિયા આપ્યા બાદ સિટીલાઇટ બતાવવાના બહાને તેને બી.આર.ટી.એસ.ના સ્ટેન્ડ ઉપર લઇ ગયો હતો. અહીંથી બસમાં એસ.કે.નગર ચોકડી અને ત્યાંથી રિક્ષામાં સાયલન્ટ ઝોન પર લઇ ગયા બાદ બાળકની તેને ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી.

તેમ છતાં કોઇ ગુનામાં આજીવન કેદ કે, 20 વર્ષની સજા થઇ હોય તે સંજોગોમાં જો તે હત્યા જેવો ગંભીર ગુનો કરે તો ફાંસીની સજાની જોગવાઇ રહેલી છે. આ ગુનો પણ રેર ઓફ ધી રેર કક્ષાનો કહેવાય છે. જેના કારણે પોલીસ દ્વારા આઇ.પી.સી. 302 ની સાથે 303 ની કલમ પણ લગાવવામાં આવી છે. આવા સંજોગોમાં જો ગુનો સાબિત થાય તો ફાંસીની સજા પણ થઇ શકે છે.

Scroll to Top