આ છોકરા કોરોનાના 3 અલગ-અલગ વેરિઅન્ટથી થઈ ચુક્યો છે સંક્રમિત, જાણો કેવી છે હાલત

એક 11 વર્ષનો ઇઝરાયેલનો છોકરો 1 વર્ષમાં ત્રણ અલગ-અલગ કોવિડ વેરિઅન્ટથી સંક્રમિત થયો છે. એલોન હેલ્ફગોટને સત્તાવાર રીતે આલ્ફા, ડેલ્ટા અને હવે ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે. ટાઇમ્સ ઑફ ઇઝરાયેલે અહેવાલ આપ્યો છે કે તે વર્ષની શરૂઆતથી 3-4 વખત ક્વોરેન્ટાઇનમાં રહી ચુક્યો છે.

આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટ્સથી પણ થઈ ચુક્યો છે સંક્રમિત
માહિતી અનુસાર, મધ્ય ઇઝરાયેલના શહેર કેફર સબાના હેલ્ફગોટ નામના છોકરાને ગયા અઠવાડિયે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ઓમિક્રોન સંક્રમણની પુષ્ટિ થયા પછી છોકરો આઇસોલેશનમાં છે. હેલ્ફગોટે જણાવ્યું કે તેને અગાઉ કોરોનાના બે વેરિઅન્ટ્સ, આલ્ફા અને ડેલ્ટાનું પણ સંક્રમણ થઈ ચૂક્યું છે.

ગંભીર લક્ષણોનો થયો અનુભવ
ઇઝરાયેલની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં હેલ્ફગોટે કહ્યું કે તે ઠીક છે અને સંપૂર્ણ સ્વસ્થ અનુભવે છે. તેણે કહ્યું કે તે પહેલા પણ બે વખત કોરોના પોઝિટિવ થઈ ચૂક્યો છે. તેના અગાઉના અનુભવની તુલનામાં, હેલ્ફગોટે કહ્યું કે તેણે વધુ ગંભીર લક્ષણોનો અનુભવ કર્યો, પરંતુ આ વખતે એવું નથી થયું.

હવે ઓમિક્રોનથી થયો સંક્રમિત
તેણે કહ્યું કે પહેલા જ્યારે તે કોરોનાના આલ્ફા વેરિઅન્ટથી સંક્રમિત થયો હતો, તે દરમિયાન તેને ખૂબ જ તાવ આવ્યો હતો. પરંતુ આ વખતે તેને ઓમિક્રોન થયો છે. પરંતુ તેના લક્ષણો ખૂબ નબળા છે. તેથી તે પહેલાની સરખામણીમાં આ વખતે સંક્રમિત થવા પર સારું અનુભવી રહ્યો છે.

 

Scroll to Top