વિદ્યાર્થીઓ ધારે તો શું કરી શકે તેની તાકાતનો એક અંદાજો આજે અહીં તમને જણાવીશું જ્યાં બેંગ્લોરમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ફંડ ઉઘરાવવીને 3580 વૃદ્ધોના ઓપરેશન કરવામાં આવ્યા.
બેંગલુરુ શહેરનાં વિદ્યાશિલ્પ એકેડેમીના 110 વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 10 દિવસોમાં 35 લાખ રૂપિયાનું ફંડ ઉઘરાવામાં આવ્યું છે. આ ફંડથી આસપાસના ગામોના 3580 વૃદ્ધોના આંખના મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન માટે અગાઉ 2400 વૃદ્ધોના ઓપરેશન માટે 2.4 લાખ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સંખ્યા વધારીને 3580 કરી દેવામાં આવી. જો કે, આ અભિયાન માટેના તમામ પૈસા લોકો પાસેથી ઉઘરાવેલા છે.
વિદ્યાર્થીઓ દ્વારા 4.45 લાખ રૂપિયા એકઠાં કરવામાં આવ્યા
આ અભિયાનની શરૂઆતમાં ચાર વિદ્યાર્થીઓને એક-એક લાખ રૂપિયાની રકમ દાનમાં મળી હતી. જેમાંથી ખુશી કર્મકાર (13611 રૂપિયા), ગાયત્રી થમ્પી (132000 રૂપિયા), મિહિકા (115500 રૂપિયા) અને કરણ દદલાની (103000રૂપિયા)એ કુલ મળીને 4.45 લાખ રૂપિયા ભેગાં કર્યાં.
વિદ્યાર્થીઓની આવી પહેલથી પ્રેરણા લઇને ધોરણ 9, 10 અને 11નાં વિદ્યાર્થીઓએ 18 જુનથી અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ 25 જુનથી આ અભિયાનની શરૂઆત કરી હતી. તમામ વિદ્યાર્થીઓ માટે 20 હજાર રૂપિયા એકઠાં કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જો કે, નિર્ધારિત કરેલ ફંડ ચાર દિવસમાં જ ભેગું થઈ ગયું હોવાથી આ અભિયાન બંધ કરી દેવામાં આવ્યું હતું.
બેંગલુરુના યેહલન્કા સ્થિત વિદ્યાશિલ્પ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા અભિયાન હાથ ધરાયું
સૌથી વધુ દાતાઓની રકમ એકઠી કરનાર ખુશીએ જણાવ્યું કે, ‘ગ્રામીણ ક્ષેત્રોમાં થનાર ઓપરેશન માટે શહેરનાં ધ રોટરી બૈંગ NGO દ્વારા 1 હજાર રૂપિયાથી લઇને 4200 રૂપિયાની સબસીડી આપવામાં આવી હતી. ત્યારબાદ મારા ઉત્સાહમાં વધારો થયો અને મેં અભિયાનને આગળ ધપાવ્યું હતું. જ્યારે તમે વિનમ્રતાથી લોકો જોડે વાત કરો તો તેનો સારો પ્રભાવ પડે છે. મને પહેલા વિશ્વાસ નહોતો કે આટલી ઝડપથી આટલી મોટી રકમ એકઠી થશે.’
આ અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મિહિકાએ જણાવ્યું કે, ‘આ અભિયાન સમયે અમે પોતાની સંચારશક્તિ પારખી હતી. તે ખરેખર અમારા માટે અસરકારક સાબિત થઈ. અમને સૌથી વધુ ગુપ્ત દાન મળ્યું હતું. જેનાથી પુરવાર થાય છે કે, આજે પણ સમાજમાં બીજા લોકો પ્રત્યે પ્રેમ-ભાવના રહેલી છે, જેના કારણે લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.’
ઉઘરાવેલ ફંડથી આસપાસના ગામડાઓમાં રહેતા વૃદ્ધોને મદદ મળશે
વિદ્યાશિલ્પ અકેડેમીના આચાર્ય કલાઇ સેલ્વીના જણાવ્યાં અનુસાર, ‘મારી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પણ સામાજિક કાર્યો કરીને અનાથ અને જરૂરિયાત લોકોને મદદ કરવામાં આવી છે. સ્કુલની એક બેચ દ્વારા ઠંડા પાણીના કુલર, સોલર પાવર અને વોટર હીટર માટે 65 હજાર રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.’
તમામ વિદ્યાર્થીઓનો આભાર
વિદ્યાર્થીઓને મળેલ ફંડ માટે ફ્યુલડ્રીમનાં સંસ્થાપક રંગનાથ થોટાએ જણાવ્યુ કે, ‘આ અભિયાનને મળેલ સફળતા અવિશ્વસનીય છે. વિદ્યાર્થીઓના આવા પ્રેરણાદાયક પ્રયત્નથી અનેક જરૂરિયાત લોકોના જીવન પર અસર પડશે. આમ જોવા જઇએ તો, આ અભિયાન દ્વારા વિદ્યાર્થીએ 3580 વૃદ્ધોને અમૂલ્ય ભેટ આપી છે. તમામ વિદ્યાર્થીઓનો આભાર.’