ગુજરાતમા પેપર લીકના કૌભાંડ બાદ અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટી સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુવરાજસિંહ દ્વારા 72 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં સરકાર દ્વારા પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવતા તેમના અલ્ટિમેટમની કોઈ અસર જોવા મળી રહી નથી.
નોંધનીય છે કે, ભાજપ કાર્યાલય કમલમ પર ધમાલ બાદ આપના નેતાઓ અને કાર્યકર્તાઓને જેલભેગા કરાયા હતા. જ્યારે અંતે 11 માં દિવસે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓનો જેલમાંથી છુટકારો આપી દેવામાં આવ્યો છે.
જ્યારે ભાજપ કાર્યાલય ખાતે વિરોધના મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા સાબરમતી જેલમાંથી અંતે મુક્તિ આપવામાં આવી છે. આપના નેતાઓ સહિત 55 કાર્યકર્તાઓને કોર્ટમાંથી ગઈકાલના જામીન પ્રાપ્ત થયા હતા. ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 કાર્યકર્તાઓની આજે જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેલ ખાતે આપના કાર્યકર્તા મોટી સંખ્યામા ભેગા થયા હતા. જ્યારે ફુલહાર પહેરાવીને તમામ નેતાઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.