12 વર્ષના છોકરાએ બાંધ્યા 17 વર્ષની છોકરી સાથે સંબંધો, 9 મહિના પછી ધરપકડ

તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક 12 વર્ષના છોકરાની કિશોરી સાથે કથિત અફેર અને તેને ગર્ભવતી બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. આવા કિસ્સાઓ ખરેખર આશ્ચર્યજનક છે. આટલી નાની ઉંમરે આવું કામ હાથ ધરવાનું પણ વિચારવું લગભગ અશક્ય છે. આવા કિસ્સાઓ આપણને વિચારવા મજબૂર બનાવી દે છે.

છોકરીએ આપ્યો બાળકીને જન્મ

અધિકારીઓએ જણાવ્યું કે 17 વર્ષની છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો છે અને તંજાવુર મહિલા પોલીસે આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ છોકરાની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આ કાયદો વર્ષ 2012માં બનાવવામાં આવ્યો હતો.

POCSO એક્ટ શું કહે છે?

POCSO એક્ટ હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સામે કોઈપણ પ્રકારના જાતીય ગુનામાં કાર્યવાહી કરવામાં આવે છે. આ એક્ટથી છોકરા અને છોકરીઓ બંનેને શારીરિક સુરક્ષા મળી શકે છે.

Scroll to Top