ધૃણાસ્પદ કિસ્સો: 12 વર્ષની બાળકીના હાથ પગ બાંધી સામૂહિક દુષ્કર્મ આચર્યું

આપણા દેશમાં પહેલાથી મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠતા હોય છે. દિવસેને દિવસે આપણે ત્યા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુમાં બિહાર રાજ્યમાં વધું એત દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. સાંભળીને તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે કે 12 વર્ષની બાળકી અહીયા દુષ્કર્મનો ભોગ બની છે. જેમા બે યુવકોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું છે.

બાળકી ખેતરમાં હતી

ઘટનાને કારણે બાળકીનો પરિવાર પૂરી રીતે ટૂટી ગયો હતો. જેથી તેમણે પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. સાથેજ પોલીસે પણ સમગ્ર મામલે આ કેસમાં તપાસ હાથ ધરી છે. બાળકીના પરિવારનું કહેવું છે કે જે સમયે આ બનાવ બન્યો ત્યારે બાળકી ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ હતી. ત્યારે આરોપીઓ ત્યા આવ્યા અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

હાથ પગ બાંધેલી હાલતમાં બાળકી મળી આવી

બાળકી પરત ઘરે ન આવી જેથી તેના પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. જ્યારે પરિવારજનો બાળકને જોઈ ત્યારે કે મકાઈના ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી. સાથેજ તેના હાથ પગ પણ બાંધેલા હતા. જેથી બાળકની પરિવાર વાળા ગભરાઊ ગહયા હતા. જોકે સમગ્ર મામલે તેમણે પોલીસને જાણ કરી જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ પણ ચોંકી ગઈ

પોલીસ જ્યારે આવી અને તેમણે બાળકની હાલ જોઈ ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે પોલીસે તુરત બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સાથેજ તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે. સાથેજ બાળકીના પરિવારમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઉપરાંત તેની તબીયત પણ હાલ ઘણી નાજૂક છે.

આરોપીઓ ફરાર

સમગ્ર મામલે પોલીસે તપાસ આરંભી છે. જોકે આરોપીઓ હાલમાં ફરાર થઈ ગયા છે. જોકે પોલીસે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. બીજી તરફ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના બનાવને કારણે લોકોમાં રોષનો માહોલ ફાટી નીકળ્યો છે. સાથેજ આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

લોકોમાં રોષનો માહોલ

ઉલ્લેખનીય છે કે દેશમાં વધી રહા દુષ્કર્મના બનાવોને કારણે હવે મહિલાની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સાથેજ ક્યાંકને ક્યાક હવે લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. જેમા ખાસ કરીને આ ઘટનાઓને કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો ક્યારે અટકશે તે આપણા સમાજ માટે  એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

Scroll to Top