ભારત સરકાર 126 વર્ષના શિવાનંદ બાબાને ‘પદ્મ શ્રી’ આપી સન્માનિત કરશે

ગત મંગળવારે ભારત સરકારે 73માં ગણતંત્રના દિવસે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી. ભારત સરકાર દ્વારા આ વર્ષે 128 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરાશે, જેમા 4 પદ્મવિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 107 પદ્મશ્રી સામેલ છે. વારાણસી, ઉત્તરપ્રદેશન શિવાનંદ બાબાને યોગ માટે પદ્મશ્રીથી સન્માનિત કરાશે.
આજના સમયમાં માણસની ઉંમર 60-70 વર્ષ હોય છે પરંતુ આ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવાનંદબાબાની ઉંમર 126 વર્ષ છે અને તેઓ એકદમ સ્વસ્થ છે. પાસપોર્ટમાં તેમની જન્મતારીખ 8 ઓગસ્ટ 1896 છે. આથી તેઓ દુનિયાના સૌથી ઉંમરવાન વ્યક્તિ છે. જોકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં તેમનું નામ નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, શિવાનંદ બાબા સવારે ત્રણ વાગે ઉઠી જાય છે. જેના પછી તેઓ 1 કલાક ગોયાભ્યાસ કરે છે અને ભગવદ ગીતા અને ચંડીના પાઠ પણ કરે છે. શિવાનંદ બાબા માત્ર બાફેલા શાકભાજી અને સંતુલિત આહારનું જ સેવન કરે છે. આ સાથે જ તેઓ ઓછામાં ઓછૂ અને સેંધેલું મીઠું જ ખાય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શિવાનદ બાબા દૂધ, ખાંડ અને તેલનું પણ સેવન કરતા નથી. આ સિવાય શિવાનંદ બાબા માત્ર આયુર્વેદિક ઔષધિઓનું જ સેવન કરે છે.