દક્ષિણી તાઈવાનમાં 13 માળની રહેણાંક બિલ્ડીંગમાં આગ લાગવાથી 46 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કાઉશુંગ શહેરના ફાયદ ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આગ લગભગ ત્રણ વાગે લાગી હતી. ૫૫ લોકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જેમાંથી ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં, તાઈવાનના મોતના આંકડાની સત્તાવાર પુષ્ટિ હોસ્પિટલમાંથી કરવામાં આવે છે.
ફાયર વિભાગના વડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 11 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા હતા અને તેમના મૃતદેહો શબઘરમાં મોકલી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ બચાવ અભિયાનમાં જોડાઈ ગઈ છે.
ફાયર વિભાગના નિવેદન મુજબ, આગ અત્યંત તીવ્ર હતી અને આગમાં બિલ્ડિંગના અનેક માળ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એક પરદર્શી દ્વારા સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે સવારના ત્રણ વાગે એક વિસ્ફોટનો અવાજ સંભાળ્યો હતો.