13 વર્ષનો રોનક સાધવાની બન્યો ભારતનો 65મો ગ્રાન્ડમાસ્ટર

ભારતને પોતાનો 65માં ગ્રાન્ડમાસ્ટર રોનક સાધવાની તરીકે મળી ગયા છે.આઇલ ઓફ મેનમાં ફીડે ચેસ ડૉટ કોમ ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટમાં 13 વર્ષના રોનકે શાનદાર પ્રદર્શન કર્યું.

તેની આ ઉપલબ્ધિ પર પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વ્લાદિમીર ક્રેમનિકને પણ આનંદ થશે કારણ કે તેમણે 5 અન્ય યુવા ભારતીય પ્રતિભાઓની સાથે રોનકને પણ તાલીમ આપી છે.

રોનકઆ વર્ષે ઓગસ્ટમાં સ્વિટ્ઝરલેન્ડમાં ક્રેમનિક માઇક્રોસેન્સ ઇન્ડિયા ચેઝ કાર્યક્રમનો ભાગ હતો.ક્રેમનિકે અમારા સાથીદાર ટાઇમ્સ ઈન્ડિયાને કહ્યું,’મને રોનક પર ગર્વ છે.છેલ્લા કેટલાક મહિના દરમિયાન તેની રમતમાં ઘણી મજબૂતી આવી છે અને ખૂબ પરિપક્વ થયો.

44 વર્ષીય ક્રેમનિકે આ વર્ષે રમતને અલવિદા કહ્યું હતું.તેમણે કહ્યું કે,’રોનક પોતાના કરતા વધુ મજબૂત હરીફોનો સામનો કરવો પડ્યો.મને ભરોસો છે કે રોનક શતરંજનો ટોપ ખેલાડી બનશે.

રોનકે કહ્યું કે, ‘ક્રેમનીક સરની તાલીમ મારા માટે જિંદગી બદલી નાખવાની છે.જો તેમને મને શીખવાડ્યું,મેં મારી રમતમાં તમને શામિલ કર્યા.જેનાથી માનસિક રીતે મને ઘણી મજબૂતી મળી’.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top