શુ 14 એપ્રિલ પછી પણ એકસાથે નહીં ખુલી શકે લોકડાઉન, PM મોદીએ સર્વોલિય બેઠકમાં આપ્યા સંકેત, જાણો વિગતવાર

વડાપ્રધાને બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે દેશમાં સામાજિક કટોકટી જેવી સ્થિતિ છે અને આવી સ્થિતિમાં મુશ્કેલ નિર્ણયો લેવા જરૂરી છે.આપણે જાગૃત રહેવું પડશે.રાજ્યો જિલ્લા વહીવટ અને નિષ્ણાતો વાયરસને ફેલાતા અટકાવવા લોકડાઉન વધારવાની ભલામણ કરે છે.

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા અટકાવવા દેશમાં લાગુ કરેલ લોકડાઉનના સમયગાળા પર વિચારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 8 એપ્રિલ, 2020 વિરોધી નેતાઓ અને રાજ્યના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરી હતી આ પરિષદમાં તેમણે વિપક્ષી નેતાઓ સાથે દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.સાથે એ પણ સંકેત આપ્યો છે કે લોકડાઉન 14 એપ્રિલ પછી પણ વધી શકે છે.

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલે લોકડાઉન નાબૂદ થવાની સંભાવના નથી.પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ આ અંગે મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે પરંતુ લોકડાઉનને જલ્દીથી ખતમ કરવુ મુશ્કેલ લાગી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસથી પહેલા અને પછીનું જીવન બિલકુલ પણ એક સરખું નહીં હોય.પીએમ મોદીએ રાજનેતાઓને કહ્યું હતું કે કોરોના વાયરસના અંત પછી ઘણા વ્યવહારિક સામાજિક અને વ્યક્તિગત ફેરફારો થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top