મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રૂંવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 16 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર થયો હતો. સગીર પર એક-બે લોકોએ નહીં પરંતુ 8 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ક્રૂરતાનો આ સિલસિલો પણ સતત 15 કલાક સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન યુવતીને સતત પીડા થતી રહી. તે બેભાન થઈ ગઈ પણ ઉગ્ર છોકરાઓને તેના પર દયા ન આવી. તેની પર ખૂબ જ ગંદી રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો. તે ચીસો પાડી શકતી ન હતી તેથી તેના મોંમાં ડ્રગ્સ નાંખી દીધુ હતું, તેનું ગળું દબાવીને તેને અડધી મરેલી છોડી દીધી હતી. પોલીસે ફરિયાદ બાદ તમામ આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પાલઘરના માહિમ વિસ્તારમાંથી એક 16 વર્ષની છોકરી શુક્રવારે રાત્રે 8 વાગ્યે ગુમ થઈ ગઈ હતી. તે ઘરે પરત ન ફરતાં પરિવારે શનિવારે બપોરે 2 વાગ્યે સાતપાટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે તેના મોબાઈલ પર કોલ કર્યો તો તે રડી રહી હતી. આ પછી પાલઘર પોલીસની અલગ-અલગ ટીમોએ તેને શોધવાનું શરૂ કર્યું. આખરે, પોલીસને પીડિતા હરણવાડીમાં મળી આવી હતી.
બંધ બંગલામાં બળાત્કાર ગુજાર્યો
પીડિત કિશોરીની પૂછપરછ પર તેણે જણાવ્યું કે, માહિમ દરિયા કિનારે આવેલા એક બંધ બંગલામાં 8 લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી બીજા દિવસે તે તેણીને ઝાડીઓમાં લઈ ગયા, જ્યાં તેઓએ ફરીથી તેણી પર બળાત્કાર ગુજાર્યો. શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક છોકરાએ તેને ગુનાના સ્થળથી લગભગ 2 કિમી દૂર અન્ય એકાંત સ્થળે છોડી દીધી હતી. તેણે અને અન્ય લોકોએ તેણીને જાતીય શોષણ વિશે બોલવા સામે ચેતવણી આપી.
પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે
પોલીસે જણાવ્યું કે યુવતીએ તેના પુરુષ મિત્રનું નામ આપ્યું છે. તેની ધરપકડ બાદ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું આરોપીએ યુવતીને બ્લેકમેલ કરવા માટે જાતીય કૃત્યની વીડિયો ક્લિપ બનાવી હતી. ગુનામાં આરોપીઓએ વાપરેલા કપડા હજુ રીકવર કરવાના બાકી છે. પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.
વિચિત્ર બળાત્કાર
યુવતીએ જ્યારે પોતાની સાથે થયેલી ક્રૂરતાની ઘટના કહી ત્યારે સાંભળનારાઓના દિલ હચમચી ગયા. યુવતીએ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડે તેને મળવા બોલાવ્યો અને તે પછી તેની જીંદગી બરબાદ થઈ ગઈ. યુવતીએ જણાવ્યું કે મોટાભાગના આરોપીઓએ નશાની હાલતમાં ડ્રગ્સ પીધું અને તેની સાથે ગેંગરેપ કર્યો. આ દરમિયાન તેણીનું અકુદરતી જાતીય શોષણ પણ કરવામાં આવ્યું હતું.