ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં 15 શકમંદોની ધરપકડ, આરોપીઓ અનેક રાજ્યો સાથે જોડાયેલા

ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીક ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) ની જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા રવિવારે પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી છે. એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ગુજરાતે પેપર લીકમાં કથિત સંડોવણી બદલ 15 શકમંદોને કસ્ટડીમાં લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક શકમંદો વડોદરાના છે અને મુખ્ય કાવતરાખોર પણ ઓડિશાની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીકમાં સામેલ હોવાની આશંકા છે.

પોલીસની પાંચ ટીમો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં સંડોવાયેલા વધુ શકમંદોને પકડવા માટે પોલીસની પાંચ ટીમો મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે સવારે GPSSB સેક્રેટરીએ એક નિવેદન બહાર પાડીને પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડે પેપર લીકની જાહેરાત કરી અને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ન આવવા અપીલ કરી ત્યાં સુધીમાં ઘણા લોકો આવી ચૂક્યા હતા.

9 લાખથી વધુ લોકોએ અરજી કરી હતી

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે કુલ 9,53,000 ઉમેદવારોએ 1,150 જગ્યાઓ માટે અરજી કરી હતી. આ પરીક્ષા રાજ્યભરના 2,995 કેન્દ્રો પર યોજાવાની હતી, જેના માટે 70,000 પરીક્ષા સ્ટાફ અને 7,500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને કારણે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો