150 કરોડના ડ્રગ્સ લઈને થયો મોટો ખુલાસો, પંજાબના પ્રખ્યાત ડ્રગ્સ માફિયાનું નામ આવ્યું સામે

પોરબંદરમાંથી પકડાયેલા 150 કરોડના ડ્રગ્સ મુદ્દે રોજ નવા ખુલાસો થઈ રહ્યા છે. જેમાં અલગ-અલગ લોકોના નામ પણ સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે, જે ઈરાની લોકોની ધરપકડ કરવામાં આવી છે તે લોકો કમિશનમાં ડ્રગ્સ લઈને આવવાનો પ્લાનિંગ કરી રહ્યા હતા.

જ્યારે એવી માહિતી પણ સામે આવી છે કે, પોરબંદરમાંથી પકડી પાડવામાં આવેલ ડ્રગ્સ કેસમાં પંજાબના એક ડ્રગ માફિયાનું નામ પણ સામે આવ્યું છે. આ ડ્રગ્સ માફિયા ગુજરાતના એક વ્યક્તિના સંપર્કમાં રહીને ડ્રગ્સને ગુજરાતના દરિયા કાંઠા ઉપર લાવવાની વાત પણ કરી રાખી હતી.

જ્યારે પંજાબના એક ડ્રગ્સ માફિયાનું નામ સામે આવ્યું છે અને ટૂંક જ સમયમાં તેની ધરપકડ પણ કરાઈ તેવી શક્યતા છે. એવી પણ વાત સામે આવી છે કે, આ ડ્રગ્સ ગોવાના દરિયા સુધી પહોંચી ગયું હતું અને શ્રીલંકા જઈ રહ્યું હતું પરંતુ એક ફોન કોલથી ડ્રગ્સ બીજી જગ્યા એટલે કે ભારતમાં આવી ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, દરિયામાં ચેકિંગ હોવાથી ગુજરાત તરફ મોકલવામાં આવ્યું હતું. Ats ની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સને ભારતમાં ઘુસાડવા માટે ટંડેલને ભારતીય કરન્સી મુજબ 2 લાખ મળવાના હતા અને અન્ય લોકોને 1.25 લાખ પ્રાપ્ત થવાના હતા. હાલ Ats પંજાબ ડ્રગ્સ માફિયાને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ats રડારમાં છે. તેમની ધરપકડ બાદ મોટા ખુલાસા થયા છે.

તેની સાથે ગુજરાત Ats દ્વારા પોરબંદરના દરિયામાંથી 7 ઈરાનીઓ અને 30 કિલો હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, ઈરાન અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા દ્વારા પંજાબમાં ડ્રગ્સ મોકલવા જઈ રહ્યા હતા.

ગુજરાતના દરિયાઇ માર્ગનો ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘુસાડવા માટે અવાર નવાર ઉપયોગ કરી રહ્યા છે અને તેને પકડી પાડવા Ats ની ટીમ સતત કામ પણ કરી રહ્યા છે. પોરબંદરના દરિયામાંથી 7 ઇરાનીઓને 30 કિલો હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

તપાસમાં જાણકારી સામે આવી છે કે, ઈરાનના 2 ડ્રગ્સ માફિયા ઇમામ બક્ષ અને ખાનસાબ સાથે મળી પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા ગુલામ ભેગા મળીને ડ્રગ્સનું સપ્લાય ઇમામ બક્ષના માલિકીની બોટ જુમ્મા મારફતે પહેલા શ્રીલંકા મોકલવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ ઈમામ બક્ષ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ડ્રગ્સને પંજાબ મોકલવાનું છે અને જે માટે ગુજરાત અથવા મહારાષ્ટ્ર દરિયા કાંઠે ઉતારવાની વ્યવસ્થા કરાઈ રહી છે.

મહત્વની વાત એ પણ છે કે, છેલ્લા વર્ષ 2018 થી 2021 સુધીમાં Ats દ્વારા દરિયા મારફતે 700 કિલો ડ્રગ્સ જેની કિંમત 3500 કરોડ ગણી શકાય તેટલું પકડી પાડવામાં આવ્યું છે અને તેનાથી ખ્યાલ આવે છે કે, ગુજરાતના દરિયા માર્ગનો ઉપયોગ ડ્રગ્સ માટે કરવામાં આવી રહ્યો છે. બીજી વાત એ પણ સામે આવી રહી છે કે, જે જુમ્મા બોટ પકડાઈ છે તે આ પહેલા મસ્કટ, યમન, ટાનઝાનિયા સહિત અનેક દેશોમાં ડ્રગ્સ મોકલી ચુકેલા છે.

Scroll to Top