સુરત: 16 વર્ષની સગીરાને સાથી કર્મચારીએ કૉફી પીવડાવતા થઇ ગઈ બેભાન, ભાન આવતા જાણ થઇ કે…

દેશમાં કોરોના બાદ અપહરણ લૂંટફાટ અને યુવતીઓ પરના દુષ્કર્મના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. જેના અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવા કિસ્સાઓ સામે આવતા હવે માતા પિતાઓ તેમની બાળકીને સુરક્ષિત અનુભવી રહ્યા નથી, જેના કારણે હવે નારી સુરક્ષિત ગુજરાત હોવાની વાતો ખોટી સાબિત થઇ રહી છે. ત્યારે દરરોજ અલગ અલગ જિલ્લાઓમાં આવા એવા બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે આપણે વિચારી પણ શકતા નથી.

મોટા ભાગના બનાવોમાં આવા દુષ્કર્મ કેસમાં કોઈ નજીકના અથવા દૂરના સબંધીઓ દ્વારા જ આવું કૃત્ય આચરવામાં આવે છે. જેનો આપણે અંદાજો પણ હોતો નથી. ત્યારે આજે એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગીરાને તેના સાથી દ્વારા જ દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ બનાવ સુરતના લિંબાયત વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ સગીરા 16 વર્ષની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે સલાબતપુરામાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં બંને સાથે કામ કરતા હતા. આ બનાવની જાણ કરતા પોલીસે આ આરોપીને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે.

જો કે આ સગીરા જ્યાં કામ કરતી હતી ત્યાં તેની માતા પણ સાથે જ કામ કરતી હતી. અને તેમની સાથે એક નિખિલ નામનો યુવક પણ કામ કરતો હતો. જયારે 3 જાન્યુઆરીના દિવસે આ સગીરા નોકરીએ ગઈ હતી ત્યારે નિખિલે તેને કહ્યું કે આપણી સાથેના બધા લોકો કોફી પીવા જઈ રહ્યા છે તો આપણે પણ તેમની સાથે કૉફી પીવા જઈએ. જો કે આ દરમિયાન સગીરાએ ના પાડી દીધી હતી પરંતુ નિખિલે વધારે આજીજી કરતા તે રાજી થઇ ગઈ હતી.

ત્યારબાદ તેઓ એક રીક્ષામાં કોફી પીવા માટે ગયા હતા. જ્યાં નિખિલે આ સગીરાને લિંબાયત કેફેમાં ઘેનયુક્ત કોફી પીવડાવી હતી. કોફીમાં ઘેનવાળો પદાર્થ હોવાથી મુમતાઝ બેભાન થઈ ગઇ હતી. અને ત્યાર બાદ નિખિલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરા ભાનમાં આવતા તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે શું થયું છે. ત્યારબાદ સગીરાએ આ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી હતી ત્યારબાદ તેની માતા અને સગીરાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા પોલીસે આ આરોપીને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો