17 વર્ષની છોકરીએ મૃત બાળકને જન્મ આપતા મચ્યો હાહાકાર- જાણો વિગતે માહિતી

અમદાવાદના 17 વર્ષની પ્રેગનેન્ટ છોકરીએ શહેરના સરસપુર વિસ્તારમાં મૃત બાળકને જન્મ આપ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બાબતમાં અજાણી વ્યક્તિ સામે સદોષ મનુષ્યવધ, બળાત્કાર અને કેદ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોક્સો હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે છોકરીનું શનિવારના મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, મૃત્યુ પામેલી છોકરી સરકારી ક્વાર્ટર્સ પાસે આવેલા ચરતોડા કબ્રસ્તાન મેદાનની રહેતી હતી. તેમ છતાં પીડિતાને પેટના નીચેના ભાગે દુખાવો થતા અને લોહી આવવાથી સરસપુરમાં આવેલી સારદાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

તેની સાથે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, બાળકી પ્રેગનેન્ટ હતી અને તે બાળકને જન્મ આપવાની તૈયારીમાં જોવા મળી હતી. બાળકી કિશોરી હોવાથી તે અંગે પોલીસને જાણ કરાઈ હતી. જેમાં તેના પર બળાત્કાર થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.

જ્યારે પીડિતાને પીડા થતા તેને લેબર રૂમમાં લઈ જવાઈ હતી, જ્યાં તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ તેની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જેકે રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “વધારે પ્રમાણે લોહી વહેવાના કારણે, પીડિતા કોમામાં ચાલી ગઈ હતી અને મૃત બાળકને જન્મ આપ્યા બાદ પીડિતાનું પણ 15 થી 20 મિનિટમાં કરુણ મોત નીપજ્યું હતું.”

ઈન્સ્પેક્ટર રાઠોડ દ્વારા વધુ કહેવામાં આવ્યું છે કે, “આરોપી કોઈ અજાણી વ્યક્તિ છે, કારણ કે પીડિતા કશું જણાવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના રેકોર્ડ્સ અનુસાર, તે સાહિલ નામ કહી રહી હતી પરંતુ તેના ઠેકાણા વિશે તે કંઈપણ જણાવી શકી નહોતી.

પોલીસ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીડાતા પર આઠથી નવ મહિના પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય તેવું બની શકે છે. મૃત બાળકના DNA સેમ્પલ ફોરન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Scroll to Top