પાકિસ્તાને તણાવપૂર્ણ માહોલ વચ્ચે LOC પાર મોકલ્યા 2000 સૈનિકો, ભારતની સેના પણ અલર્ટ

કાશ્મીર પર તણાવની વચ્ચે પાકિસ્તાને LOC પર બીજા એક બ્રિગેડની તૈયારી કરી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પૂંછ વિસ્તારની પાસે બાગ અને કોટલી સેક્ટરમાં એક બ્રિગેડ આવી ગઇ છે. આ બ્રિગેડમાં 2000 થી વધારે સૈનિક છે.

કાશ્મીર મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને બાગ અને કોટલ સેક્ટરમાં બે હજાર સૈનિકોને તહેનાત કર્યા છે. આ બન્ને સેક્ટર એલઓસી (લાઈન ઓફ કંટ્રોલ) થી 30 કિલોમીટર દૂર છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સરહદમાં આતંકી કેમ્પ ફરી શરૂ થઈ ગયા છે અને તેમા મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે.

પાકિસ્તાન આ બ્રિગેડનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે-એ-તોયબાના આતંકીઓને ભારતીય વિસ્તારમાં ઘુસાડવા માટે કરે છે. પીઓકેમાં થઈ રહેલી આ હલચલથી ભારતીય સુરક્ષા એજન્સીઓ અલર્ટ પર છે.

આ પહેલા પાકિસ્તાને સિરક્રીક વિસ્તાર અને LOC પાસે અંદાજે સ્પેશ્યલ ફોર્સના 100 જવાનોની તહેનાતી કરી હતી. પાકિસ્તાનના આ પગલાથી ફરી એકવખત તેની નાપાક ચાલ ઉઘાડી પડી છે, તે ભારત વિરોધી ઘુસણખોરી અને સીઝફાયર તોડવા માટે આ સૈનિકોનો ઉપયોગ કરી શકે છે.

કાશ્મીર સમસ્યા પર આંતરરાષ્ટ્રીય અપમાનનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે યુદ્ધ માટે ઢોલ વગાડી રહ્યું છે. પરમાણુ યુદ્ધની ધમકી આપ્યા બાદ હવે પાકિસ્તાને નવા દાવપેચ કરતાં સીમા પાસે આવેલા બાઘ અને કોટલી સેક્ટરમાં 2000 થી વધારે સૈનિકોને તૈનાત કર્યા છે. આ સ્થાન LOC ની પાસે પાક અધિકૃત કાશ્મીરમાં સ્થિત છે.

ભારતીય સેનાના સૂત્રઓ જાણકારી આપતાં જણાવ્યું કે આ સૈનિકોને બેરકોથી નિકાળીને LOC ના 30 કિલોમીટરની અંદર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની આ મૂવમેન્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છે. પાકિસ્તાને આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે એના આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જેશ એ મોહમ્મદે સ્થાનિક અને અફઘાનોની મોટા પાયે ભરતી કરવાનું શરૂ કરી દીધું છે.

જાણવા મળ્યું છે કે પાકિસ્તાને પહેલાજ ગિલગિત બાલિસ્તાનમાં સ્થિત સ્કર્દૂ એરપોર્ટ પર પોતાના જેએફ 17 યુદ્ધ વિમાનોને તૈનાત કરી દીધા છે. આ એરપોર્ટ લદાખથી નજીક છે. ભારતીય ગુપ્ત એજન્સીઓ પાકિસ્તાની સેનાની આ ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યા છે.

ભારતીય સેના પાકિસ્તાનની તરફથી એલઓસી પાસે કરવામાં આવેલી તહેનાતી પર નજર રાખી રહી છે. સાથે જ પાકિસ્તાન આ સૈન્ય ટુકડીઓની મદદથી ભારતીય સીમામાં લશ્કરના આતંકીઓની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી શકે છે. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાન ક્યારેક પરમાણુ બોમ્બની પોકળ ધમકી આપે છે તો ક્યારેક તેને પાછી લઈ લે છે.

તાજેતરના દિવસોમાં લશ્કર અને જૈશના આતંકી પાકિસ્તાનની ફોરવર્ડ પોસ્ટની તરફ આવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરીની કોશિષમાં લાગ્યા છે. પરંતુ સરહદ પર ભારતીય જવાનોની મુસ્તૈદીએ પાકિસ્તાનના મંસૂબાને નિષ્ફળ કરી દીધો છે. પાકિસ્તાનની તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરાઇ રહ્યું છે જેનો જવાબ ભારતીય સેના માકુલ રીતે આપી રહ્યા છે.

સૂત્રો અનુસાર તણાવની વચ્ચે પાકિસ્તાની સેના લદાખની નજીક સ્થિત પોતાની અગ્રિમ ચોકીઓ પર ભારે હથિયાર અને સૈન્ય સામાનને એકત્રિત કરી રહી છે. પાકિસ્તાની વાયુસેનાના ત્રમ સી 130 હરક્યૂલસ પરિવહન વિમાનોએ સૈન્ય સામાનને ગિલગિત બાલિસ્તાનમાં સ્કર્દૂ એરપોર્ટ પર પહોંચાડ્યો.

સૂત્રો અનુસાર પાકિસ્તાને અગ્રિમ મોર્ચા પર જે સામાન પહોંચાડ્યો છે એનો ઉપયોગ યુદ્ધ દરમિયાન લડાકૂ વિમાનોની મદદ માટે કરવામાં આવે છે.

પાકિસ્તાન દ્વારા કોઇ પણ સંભાવિત ખતતરાને જોતા ભારતીય સેના અને વાયુસેના પણ પૂરી રીતે તૈયાર છે. ભારતની ગુપ્ત એજન્સીઓ પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખી રહ્યા છે. સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેના, વાયુસેના અને નૌસેના પોતાની તાકાતમાં સતત વધારો કરી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top