14 વર્ષની લડત બાદ ઐતિહાસિક ચુકાદો, 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓ દોષિત

26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને સજા થાય એ માટે 14 વર્ષની લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદામાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેમા 77 આરોપીઓ પૈકી 49 ને દોષિત જાહેર કરાયા છે. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામા આવ્યા છે. તેમના વિરુદ્ધ પુરાવાનો અભાવ હોવાનું કારણ બતાવવામાં આવ્યું છે. ખાસ કોર્ટના જજ એ.આર પટેલ આ કેસની સુનાવણી કરી રહ્યા છે. જેમા જે પણ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ 49 આરોપીઓને આવતીકાલે એટલે કે બુધવારે કોર્ટ સજા જાહેર કરશે. અન્ય 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. ખાસ કોર્ટના જજ એ.આર.પટેલ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી .

ગણતરીની મિનિટોમાં જ અમદાવાદને લોહિયાળ કરનારી ઘટના ક્યારેય ભૂલી ન શકાય.જે સિરિયલ બ્લાસ્ટના પડઘા આજે પણ અમદાવાદમાં ગુંજી રહ્યા છે 14 વર્ષની કાયદાકીય લાંબી લડત બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપે તેવી સંભાવના હતી અને ત્યારે આ 14 વર્ષની કાયદાકીય લડત પીડિત પરિવાર ન્યાયની આશા રાખીને બેઠો હતો. આજે તેઓને ન્યાય મળશે તેવી આશા બંધાઈ હતી. આ મામલે 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા બાદ હવે આવતીકાલે તેઓને સજા જાહેર કરવામાં આવશે.

26 જુલાઈ 2008ના શનિવારના એ દિવસે અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા અને આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટ આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આજે ચુકાદો આપી શકે છે. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે અને 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. તો અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.

Scroll to Top