જો શનિદેવની વક્રી નજર કોઈ વ્યક્તિ પર પડી જાય તો તેનું જીવન દુ:ખથી ભરાઈ જાય છે, રાજાને પણ રંક બનાવી શકે છે, પરંતુ જો શનિદેવ કોઈ પર મહેરબાન થઇ જાય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. 29 એપ્રિલ 2022ના રોજ શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિની આ રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર ઢૈય્યાની અસર પડે છે, તો કેટલીક રાશિઓ પર ઢૈય્યાની અસર ખતમ થાય છે. ત્યારે ચાલો આજે જાણી લઈએ કે એ કઈ રાશિઓ છે કે જેમના જાતકો પર આ વર્ષે એટલે કે 2022માં શનિ દેવની કૃપા થવા જઈ રહી છે.
મેષ રાશિ:- શનિનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વહીવટી સેવાઓ, કાયદાકીય સંસ્થાઓ અને ઇંધણ ઉદ્યોગમાં કામ કરતા લોકો માટે આગામી વર્ષ ઘણું સારું રહેવાનું છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. તમને ઈચ્છા મુજબ મહેનતનું ફળ મળશે. નોકરી કરતા લોકો રાત-દિવસ ચારગણી પ્રગતિ કરશે. તમારા ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. વેપારી વર્ગને પણ ઘણો ફાયદો થશે.
વૃષભ રાશિ:- વૃષભ રાશિ માટે પણ વર્ષ 2022 ખૂબ જ શુભ રહેવાનું છે. 29મી એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે. નોકરી શોધી રહેલા લોકોની ચિંતાઓ પણ સમાપ્ત થશે. આર્થિક મોરચે તમે સમૃદ્ધ રહેશો. અટકેલા કામ ઝડપથી પૂરા થશે. મકાન, જમીન અને વાહન જેવી મોટી બાબતોમાં નિર્ણય લેવાનો આ યોગ્ય સમય રહેશે.
ધનુ રાશિ:- વર્ષ 2022માં ધનુ રાશિના જાતકોનું નસીબ ચમકશે, તેમના સિતારા પણ ઉંચાઈ પર રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકમાં વધારો થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાની સારી તકો મળશે. તમને સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. જે જાતકોના લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યા તેમને પણ સારા સમાચાર મળી શકે છે. 29 એપ્રિલ પછી, શનિ તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરશે, જેનાથી ધનલાભની શક્યતાઓ વધી જશે.