આશ્ચર્યજનક: 21 વર્ષની યુવતીએ 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યું, સમલૈંગીક સબંધ બાંધવા સગીરા પર કર્પુ દબાણ

અવનવી ગુનાખોરી માટે સુરત પહેલાથી પ્રખ્યાત છે દિવસને દિવસે અહીયા કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેમ છતા ગુનાખોરીનું પ્રમાણ તો અહીયા એટલુંજ છે જેટલું પહેલા હતું. સુરતમાં વધી રહેલી ગુનાખોરી સમાજ માટે હવે એક ચિંતાનો પ્રશ્ન બનતો જાય છે ખાસ કરીને વધતી ગુનાખોરીને કારણે મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

પ્રેમીકાનું અપહરણ

ત્યારે વધુંમાં સુરત શહેરમાં ફરી એક વિચીત્ર બનાવ સામે આવ્યો છે અહીયા એક 15 વર્ષીય સગીરાનું તેની 21 વર્ષીય પ્રેમીકાએ અપહરણ કરી લીધું સાથેજ તેણીએ તે સગીરા સાથે શરીર સંબંધ પણ બાધ્યા આ ઘટનાને કારણે સૌ કોઈ હેરાન રહી ગયા છે ઉપરાંત પોલીસને પણ જ્યારે આ મામલે જાણ થઈ ત્યારે પોલીસ પણ બે ઘડી માટે વિચારમાં મુકાઈ ગઈ હતી.

સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધાયો

જોકે સમગ્ર મામલે પોલીસે આરોપી યુવતી સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધ્યો છે સાથેજ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી લીધી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી યુવતી સગીરાની સાથે નોકરી કરતી હતી ત્યાથી તે બંને એકબીજાને ઓળખતા થયા હતા ભોગ બનનાર સગીરા મૂળ નેપાળની હોવાનું સામે આવ્યું છે.

સગીરાના પિતાએ ફરીયાદ નોંઘાવી

સાથેજ આરોપી યુવતી મૂળ પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનું સામે આવ્યું છે વાપીમાં તેઓ સાથે કામ કરતા હતા જોકે લોકડાઉન થયા બાદ ભોગ બનનાર પીડિતાનો પરિવાર સુરતમાં રહેવા માટે આવી ગયો હતો સગીરા અચાનક ગાયબ થઈ ગઈ જેથી તેના પિતાએ 10 દિવસ પહેલા તેના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મોબાઈલ લોકેશનથી પોલીસે સગીરાને શોધી

જોકે પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેક કરીને તપાસ આરંભી ત્યારે સામે આવ્યું કે સગીરા અમરોલી આવાસમાં રહી રહી છે ત્રણ દિવસ સુધી પોલીસે અમરોલી આવાસમાં તપાસ યથાવત રાખી જોકે બાદમાં તેમને સગીરા મળી જતા તેમણે સગીરાને મુક્ત કરવી હતી.

અગાઉ પણ બંને ભાગી ગયા હતા

ઉલ્લેખનીય છે કે આરોપી યુવતીની પોલીસે જ્યારે પુછપરછ કરી ત્યારે તેણે એં કહ્યું કે તેની પ્રેમીકા છે સાથેજ તે બંનેએ શારિરીક સંબંધો પણ બાધ્યા હતા જેથી પોલીસે સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે જોકે પોલીસની તપાસમાં સામે આવ્યું છે આરોપી યુવતી અગાઉ પણ સગીરાને લઈને કોલકાતા ભાગી ગઈ હતી જોકે બાદમાં તેઓ પરત આવી ગયા હતી.

Scroll to Top