તાજેતરમાં બહાર આવ્યું છે કે ઈન્સ્યોરન્સના પૈસા મેળવવા માટે એક વ્યક્તિએ ટ્રેનની સામે તેના બંને પગ કાપી નાખ્યા. આ વ્યક્તિએ ઈન્સ્યોરન્સના પૈસા અને વળતર માટે એવું ષડયંત્ર રચ્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે ટ્રેનના પાટા પર સૂઈને તેના બંને પગ ગુમાવ્યા જેથી તેને વીમાની રકમ મળી શકે. ઉલ્લેખનીય છે કે વ્યક્તિએ એક-બે નહીં પણ 14 વીમા પોલિસી લીધી હતી.
પરંતુ ઘણા વર્ષો પછી પણ તેને 23 કરોડ રૂપિયાનો વીમો મળી શક્યો નથી. આ મામલો હંગેરીના નાયર્કસાઝારીનો છે. જ્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સેન્ડોર સીએસ નામની વ્યક્તિએ રૂ. 23 કરોડ 97 લાખ ઈન્સ્યોરન્સ પેમેન્ટ અને વળતર મેળવવા માટે ઈરાદાપૂર્વક ટ્રેનની સામે પડ્યા હતા.
2014માં થયેલી આ ચોંકાવનારી ઘટનામાં 54 વર્ષીય સેન્ડરે પોતાના બંને પગ ગુમાવ્યા હતા. ત્યારથી તે કુત્રિમ અંગોનો ઉપયોગ કરી રહ્યો છે અને વ્હીલચેરમાં છે. પગ ગુમાવ્યા પછી, સેન્ડરે ચુકવણી માટે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો, પરંતુ તેની યુક્તિ પકડાઈ ગઈ. સેન્ડરે તેના પગ ગુમાવ્યા તે દિવસના થોડા સમય પહેલા, તેણે એક નહીં પરંતુ 14 ઉચ્ચ જોખમવાળી જીવન વીમા પોલિસી લીધી હતી.
જ્યારે વીમા કંપનીઓને આ અંગેની જાણ થઈ તો તેમને શંકા ગઈ. આવી સ્થિતિમાં, તેણે દાવો આપવામાં વિલંબ કર્યો, જેના કારણે ગુસ્સે થઈને સેન્ડર કોર્ટમાં ગયો. કોર્ટમાં સુનાવણી દરમિયાન વીમા કંપનીઓ અને સેન્ડરે પોતપોતાની વાત રાખી હતી.
સેન્ડરે દાવો કર્યો હતો કે તેણે નાણાકીય સલાહ મેળવ્યા પછી નક્કી કર્યું કે વીમા પૉલિસી પરનું વળતર બચત ખાતા કરતાં વધુ સારું છે. તેથી તેણે પોલીસી લીધી. સેન્ડર કહે છે કે કાચના ટુકડા પર લપસીને તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ટ્રેનના પાટા પર પડી ગયો અને આ અકસ્માતમાં તેણે તેના બંને પગ ગુમાવ્યા હતા. જો કે, સાત વર્ષ સુધી ચાલેલી તપાસમાં તારણ આવ્યું છે કે તે જાણી જોઈને ટ્રેનની સામે સૂઈ ગયો હતો, જેના કારણે તેના પગ કપાઈ ગયા હતા.