CrimeSurat

24 વર્ષીય યુવતી સાથે પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, બાદમાં પ્રેમી તેને મુંબઈમાં મુકીને ફરાર

સુરતમાં વધી રહેલી ગુનાખોરી હવે આપણા માટે એક ચીંતાનો પ્રશ્ન બની છે. દિવસને દિવસે આ શહેરોમાં હવે અવનવી ગુનાખોરી સામે આવી રહી છે. હાલ એક તરફ સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમ છતા પણ અહીયા ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેમા પણ હત્યા અને દુષ્કર્મ જેવા બનાવો તો અહીયા જાણેકે સામાન્ય બની ગયા છે. જેના કારણે લોકોની ચીંતા વધી છે.

પ્રેમજાળમાં ફસાવી

ત્યારે વધુમાં ફરી એક વાર અહીયા એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. બેગ્લોરની 24 વર્ષીય છેલ્લા કેટલાક સયથી બેંગ્લોરમાં એન્જિનીયર તરીકે નોકરી કરતી હતી. જેને એક યુવકે તેની પ્રેમજાળમાં ફસાવી હતી. વાત માત્ર આટલેથી નથી અટકતી કારણકે યુવકે તેને લગ્નની લાલચ આપીને તેને લલચાવી ફોસલાવીને તેની દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી મુંબઈ રહેવા જતો રહ્યો

યુવકે જ્યારે લગ્નની લાલચ આપી ત્યારે પ્રેમમાં આંધળી થઈ ગયેલી યુવતી બધુંજ છોડીને સુરતમાં નોકરી આવી ગઈ હતી. બાદમાં  આરોપી યુવક તેને પોતાની સાથે રાખી. તેણે મુંબઈ સેન્ટ્રલ ખાતે મોબાઈલનો ધંધો શરૂ કર્યો અને બાદમાં તે મુંબઈમાં રહેવા લાગ્યો. જોકે તે સપ્તાહમાં 3 દિવસ યુવતીને મળવા માટે સુરતમાં આવતો હતો.

યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

એક વર્ષથી આરોપી યુવકે તે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી રાખી. જે સમયગાળામાં તેણે તે યુવતી સાથે શારિરીક સંબંધો પણ બાંધ્યા હતા. પરંતુ અચાનક યુવકે તેને મળવા આવાનું બંધ કરી દીધું. જેમા તે 4 મહિનાથી યુવતીને મળવા ન આવ્ય સાથેજ તેણે યુવતીનો નંબર પણ બ્લોક કરી દીધો. જેથી એકલી થઈ ગઈ. તે ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેની સ્થિતી થઈ હતી.

જાનથી મારી નાખવાની ધમકી

વાત માત્ર આટલેથી પૂરી નથી થતી કારણકે આરોપી યુવકે તે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી કંટાળીને આખરે યુવતીએ આરોપી યુવકની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે હાલ તો પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેગ્લોરથી સુરત બોલાવી

ઉલ્લેખનીય છે કે પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીનો ભાઈ બેગ્લોરમાં મોબાઈલની દુકાન ચલાવતો હતો. જ્યા યુવતી રિચાર્જ કરાવા માટે જતી હચતી. તે સમયે આરોપીની અને યુવતીની મુલાકાત થઈ હતી. બાદમાં તેણે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને બેંગ્લોરથી સુરત બોલાવી લીધી. જ્યા તેણે અવાર નવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker