પોતાની લખલૂટ સંપત્તિને અમીર લોકો આખરે કઇ રીતે ખર્ચ કરે છે?

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અમેરિકી ફોટોગ્રાફર લોરેન ગ્રીનફીલ્ડે દુનિયાભરના અમીર લોકોની લાઇફસ્ટાઇલને નજીકથી જાણવા માટે પોતાના 25 વર્ષ વિતાવ્યાં છે. તેમણે આ લોકોની ખાસ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. લોરેને તેની માટે 1992માં એક અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે સફળ રહ્યો હતો. હવે તેની પાસે એક હજાર તસવીરોનું કલેક્શન છે. તેમાંથી લોરેને લગભગ 650 ફોટોગ્રાફ્સ ‘જનરેશન વેલ્થ’ નામની પુસ્તકમાં પબ્લિશ કર્યાં છે.

ગોલ્ફના શોખીન ય્વોન જૂ

આ તસવીર શંઘાઈની ફેમસ કેબલ ઇન્ડસ્ટ્રી હુઈયાંગની વાઇસ બોર્ડ ચેરમેન વોન જૂની છે, જે ઘરમાં ગોલ્ફની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. જૂને ગોલ્ફનો ખૂબ જ શોખ છે. તેણે ઘરની અંદરથી મેદાન સુધી તેની વ્યવસ્થા કરી રાખી છે. આ સિવાય તેનું ઘર એકદમ મહેલ જેવું જ છે. ઘરમાં દુનિયાભરની મોંઘીદાટ વસ્તુઓનું કલેક્શન છે.

રશિયાનું સૌથી પોપ્યુલર સ્વેટર

આ તસવીરમાં રશિયાની કેપિટલ સિટી મોસ્કોના પોશ વિસ્તારમાં રહેનારી મોડલ ઇલોના સ્ટોલી પોતાની ચાર વર્ષની દીકરી સાથે જોવા મળી રહી છે. સ્ટોલીએ જે સ્વેટર પહેરી રાખ્યું છે, તેને ફેશન સ્ટાઇલિસ્ટ એન્ડ્રી આર્ટી મોવે તૈયાર કર્યું છે. મોસ્કોની અમીર મહિલાઓમાં આ સ્વેટરનો ટ્રેન્ડ છે અને તેની કિંમત લાખોમાં હોય છે. ત્યાં જ, ઇલોના સૌથી વધારે ખર્ચ મોંઘા-મોંઘા કપડાં પર કરે છે. તેની પાસે કરોડો રૂપિયાના ડ્રેસિઝ છે.

અમેરિકાનું સૌથી વધુ કમાણી કરતું ક્લબ

આ દ્રશ્ય અમેરિકાના લૉસ વેગાસમાં માર્કી ક્લબ સેટર્સ નાઇટ પાર્ટીનું છે. અહીં માત્ર વીઆઈપીની જ એન્ટ્રી થાય છે, જે રોજ ડાન્સર્સ પર લાખો રૂપિયા ઉડાડે છે. નોંધનીય છે કે, માર્કી અમેરિકાનું સૌથી વધારે કમાણી કરતું ક્લબ છે.

બિઝનેસ વુમન લિંડસે

19 વર્ષની લિંડસે કેલિફોર્નિયાની ફેમસ બિઝનેસવુમન છે. લિંડસેને સર્જરીનો ખૂબ જ શોખ છે. તે પેટ, બ્રેસ્ટ, નાક સુધીની સર્જરી કરાવી ચૂકી છે. લોરેને જ્યારે તેની આ તસવીર ક્લિક કરી, ત્યારે તેમણે નાકની સર્જરી કરાવી હતી.

અમેરિકન મ્યૂઝિશિયન ટૂ-પેકે

અમેરિકન મ્યૂઝિશિયન ટૂ-પેકેને જુગાર રમવાનો ખૂબ જ શોખ છે. તે જુગારમાં અત્યાર સુધી કરોડો રૂપિયા હારી ચૂક્યો છે પરંતુ તેનો શોખ ઓછો થયો નથી. લોરેને જ્યારે 2001માં તેની આ તસવીર ક્લિક કરી, ત્યારે પેકે લૉસ વેગાસના એક ક્લબમાં જુગાર રમી રહ્યો હતો અને એક મિનિટમાં જ લાખો ડોલરની રકમ હારી ગયો હતો.

બ્યૂટી પીઝેન્ટ કૈલિયા

આ કેલિફોર્નિયાની છ વર્ષની બ્યૂટી પીઝેન્ટ કૈલિયા છે, જેમણે 2013માં કેલિફોર્નિયાના વેન્ચ્યુરા કાઉન્ટીમાં આયોજિત સમર ફન બ્યૂટી પીઝેન્ટનો ખિતાબ જીત્યો હતો. આ દરમિયાન તેણે 500 ડોલરની કેશ પ્રાઇઝ પણ મળી હતી. 8 વર્ષની થઇ ગયેલી કૈલિયા ફેશન માટે પ્રખ્યાત છે. દર મહિને લાખો રૂપિયા માત્ર તે પોતાના કપડાં પર જ ખર્ચ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here