27 માળ ના આવા આલીશાન બંગલા માં રહે છે મુકેશ અંબાણી,અંદર ની તસવીરો જોઈને તમે પણ કહેશો કે જન્નત તો અહીં જ છે,જોવો તસવીરો….

મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો ધંધો ખુબજ મોટો છે અને તેની જીવનશૈલી પણ વધુ ખર્ચાળ છે અને તે જ સમયે તેમનું ઘર એન્ટિલિયા એ વિશ્વનું સૌથી મોંઘું ઘર છે મિત્રો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ તેની પસંદગીથી આ ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે શણગાર્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણીના બે બાળકોના લગ્ન એન્ટિલિયામા જ થયા હતા અને તેમા ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ તેમાં ભાગ લીધો હતો મિત્રો આ સાથે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત પણ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યો છે.

મિત્રો દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક છે અને એક વર્ષ પહેલા તેમણે તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઇશા અંબાણીના એકસાથે લગ્ન કર્યા હતા મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે આ બંનેના લગ્નની કિંમત લગભગ 1500 કરોડ છે મિત્રો ઇશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવારના નિવાસ એન્ટિલીયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

મિત્રો મુકેશ અને નીતા અંબાણીનું આ ઘર મુંબઇના એલ્ટામાઉન્ટમાં આવેલું છે 27 માળની આ બિલ્ડિંગમાં સાફ સફાઇ માટે 600 લોકોની જરુર પડે છે અને આ કારણે 600 લોકો આ વિશાળકાય ઘરમા સ્વચ્છતા માટે કામ કરે છે જે હંમેશા તેની સાર સંભાળ રાખે છે અને ત્યા રહે પણ છે મિત્રો તમને જણાવી દઈએ કે નીતાએ તેની પસંદગીથી તેના ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે શણગાર્યા છે.

મિત્રો એન્ટિલિયાની અંદરના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા હતા અને જેણે પણ તેમનું ઘર જોયું તે ચોંકી ગયા હતા કારણ કે મિત્રો તેમનું ઘર મહેલ જેવું લાગતું હતું અને એન્ટિલિયાના દરવાજાને સુંદર લાલ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને જાણે આખી બિલ્ડિંગને કોઈ કન્યાની જેમ શણગારેલી હતી.

મિત્રો થોડાક દિવસો પહેલા ફોર્બ્સ મેગેઝિનએ 20 અબજોપતિઓના ઘરોની યાદી બહાર પાડી હતી જેમા મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે એન્ટિલિયા તેમા પ્રથમ ક્રમે હતુ કારણ કે આ 27 માળની આ બિલ્ડિંગને બનાવવામાં દસ હજાર પાંચસો સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો મિત્રો કહેવાય છે કે આ બિલ્ડિંગ ની રચના ખુબજ અનોખી છે.

મિત્રો એન્ટિલિયા હાઉસ એક 27 માળની ઇમારત છે જે દક્ષિણ મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે જ્યાંથી સમુદ્ર પણ દેખાય છે મિત્રો તમે ઘણા બધા મોંઘા ઘરો જોયા હશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એન્ટિલીયા વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંની એક છે અને તેની કિંમત લગભગ 12 હજાર કરોડ છે.

મિત્રો આ 27 માળનું ઉચું મકાન એન્ટિલિયા 400,000 ચોરસ ફૂટમાં બાંધવામાં આવ્યું છે અને તેમાં છ માળ ઉપર ફક્ત પાર્કિંગ અને ગેરેજ છે અને રેહવા માટે ફક્ત ચાર લાખ ચોરસફૂટ જગ્યા છે તેમજ મિત્રો આ 27 માળની ઇમારતમા આશરે 600 નો સ્ટાફ એન્ટિલિયાની સાર સંભાળ રાખવા માટે કામ કરે છે તેમજ આ બિલ્ડિંગમાં ભગવાન કૃષ્ણનું,મંદિર, થિયેટર અને પુસ્તકાલય છે.

મિત્રો 21.1અરબ ડોલરની સંપતિના માલિક મુકેશ અંબાણીનુ મુંબઈ સ્થિત 27 માળનું ઍન્ટીલીયા ઘર પોતાની રીતે જ ખાસ છે મિત્રો કહેવાય છે કે આ 27 માળની બિલ્ડિંગમાં પ્રાઈવેટ મૂવી થિયેટર, સ્વિમિંગપૂલ જેવી સુવિધાઓ પણ હાજર છે અને તે સિવાય હેલ્થ ક્લબ, બૉલરૂમ, ગેસ્ટ હાઉસ, બગીચો, પૂલ, જિમ અને સ્ટુડિયો માટે અલગથી ફ્લોર છે.

મિત્રો કહેવાય છે કે એન્ટીલીયાને બનાવવામા લગભગ 7 વર્ષ જેટલો સમય લાગ્યો હતો તે 2010મા સંપુર્ણ બનીને તૈયાર થઈ ગયુ હતુ તેમજ મિત્રો જો આગળ વાત કરવામા આવે તો ઍન્ટીલીયાના નીચેના છ માળ ફક્ત કારોના પાર્કિંગ માટે છે જેમા એકસાથે 168 કારો પાર્કિંગ થઈ શકે છે.

મિત્રો જો પાર્કિંગની ઉપરના માળની વાત કરીએ તો પાર્કિંગ ના ઉપરના માળે 50 સીટર સિનેમા હોલ આવેલો છે અને તેની ઉપરનો આઉટડોર ગાર્ડન છે તેમજ મિત્રો અંબાણી તેમની પત્ની, બાળકો અને માતા સાથે ઉપરના માળેથી નીચે ફ્લોરમાં રહે છે અને ત્યા દરેકના રહેવા માટે એક અલગ અલગ ફ્લોર આવેલા છે.

મિત્રો મુકેશ અંબાણીના આ મકાનમાં એક ફ્લોરથી બીજા ફ્લોર સુધી જવા માટે 9 લિફ્ટ આવેલી છે અને ઍન્ટીલીયા ઘરમાં 1 સ્પા અને 1 મંદિર પણ છે તેમજ મિત્રો તે સિવાય ઍન્ટીલીયામા યોગ સ્ટુડિયો, એક આઈસ્ક્રીમ રૂમ અને ત્રણ કરતા વધુ સ્વિમિંગ પુલ આવેલા છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણીને લકઝરી કારોનો કેટલો બધો શોખ છે જેમા મુકેશ અંબાણી પાસે લક્ઝરી કારનો સંગ્રહ પણ છે અને તેની પાસે મેયબચ 62, મર્સિડીઝ S ક્લાસ , બેન્ટલી ફ્લાઇંગ સ્પુર, રોલ્સ રોયસ ફેન્ટમ અને બ્લેક મર્સિડીઝ એસએલ 500 સહિત ઘણી બધી લક્ઝરી કારો છે.

અને મિત્રો મુકેશ અંબાણી પાસે લક્ઝરી કારો સિવાય તેમની પાસે ત્રણ પ્રાઇવેટ વિમાનો જેવા કે ફાલ્કન 900 ઇએક્સ, બોઇંગ બિઝનેસ જેટ 2, એરબસ 319 કોર્પોરેટ જેટ છે અને આમાંથી 2007 માં તેમની પત્ની નીતાના 44 મા જન્મદિવસ પર એરબસ 319 તેમને ભેટ આપી હતી.

એન્ટિલિયા પાસે બૉલરૂમ પણ છે અને તેની છત ક્રિસ્ટલથી સજ્જ છે અને તેમાં થિયેટર ઉપરાંત ત્રણ હેલિપેડ છે મિત્રો આ વિશાળકાય ઇમારત ના નામ પાછળ પણ એક રહસ્ય છે મિત્રો આ ઇમારતનું નામ એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક ટાપુ પરથી તેનું નામ એન્ટિલિયા રાખવામાં આવ્યું છે.

મિત્રો આ ઘરની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તે મહત્તમ 8 રિક્ટર સ્કેલના ધરતીકંપનો સામનો પણ કરી શકે અને એન્ટિલિયા શિકાગો સ્થિત આર્કિટેક્ટ પર્કિન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયન બાંધકામ કંપની લૈગ્ટોન હોલ્ડિંગ દ્વારા બનાવવામાં આવી છે મિત્રો મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ રાજા મહારાજાના મહેલથી ઓછું નથી મિત્રો કેમ ના હોય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ભારતના પ્રથમ નંબરના અમીર વ્યક્તિ છે અને તેમની સંપત્તિ કોઈ રજવાડા કરતા ઓછી નથી.

Scroll to Top