29 કરોડ રોકડા, 5 કિલો સોનું… કેશ ક્વીન અર્પિતા મુખર્જીના નવા સ્થાને નોટો ગણવા માટે 10 કલાક લાગ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતાની આસપાસના ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને અર્પિતા મુખર્જીના બેલઘરિયા સ્થિત અન્ય ફ્લેટમાંથી લગભગ 29 કરોડ રોકડ (રૂ. 28.90 કરોડ) અને 5 કિલો સોનું મળ્યું હતું. આ પૈસાની ગણતરી કરવામાં EDની ટીમને લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ પૈસા ફ્લેટના ટોયલેટમાં છુપાવ્યા હતા.

ખરેખરમાં ઇડીએ તાજેતરમાં શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત કેસમાં પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી. અર્પિતા મુખર્જી પાર્થ ચેટરજીની નજીક છે. માત્ર 5 દિવસ પહેલા જ ઇડીને અર્પિતાના ફ્લેટમાંથી 21 કરોડ રોકડા અને તમામ કીમતી વસ્તુઓ મળી હતી. અર્પિતાની 23 જુલાઈએ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

બીજી તરફ ઇડીની આ કાર્યવાહી બાદ વિપક્ષી પાર્ટીઓ ટીએમસી પર પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી રહી છે. એટલું જ નહીં, શિક્ષક ભરતી કૌભાંડમાં મની ટ્રેઇલની તપાસ કરી રહેલી ઇડીએ પશ્ચિમ બંગાળ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ ટીએમસી ધારાસભ્ય માનિક ભટ્ટાચાર્યની પણ પૂછપરછ કરી હતી.

ઇડીએ બુધવારે સવારે દક્ષિણ કોલકાતાના રાજદંગા અને બેલઘરિયામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જે કથિત રીતે અર્પિતા મુખર્જીની મિલકતો છે. અર્પિતા મુખર્જીએ ઇડીની પૂછપરછ દરમિયાન આ સંપત્તિઓનો ખુલાસો કર્યો હતો.

ઇડીને આ ફ્લેટમાં પ્રવેશવા માટે દરવાજો તોડવો પડ્યો, કારણ કે તપાસ એજન્સીને તેમની ચાવીઓ મળી ન હતી. ઇડી અધિકારીઓએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમને એક હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી સારી એવી રકમ મળી છે. રોકડ ગણવા માટે ત્રણ નોટ ગણવાના મશીન લાવવા પડ્યા હતા. એટલું જ નહીં ફ્લેટમાંથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. મંત્રી અને મુખર્જીની પૂછપરછ અંગે પૂછવામાં આવેલા સવાલ પર ઇડી અધિકારીએ કહ્યું કે અર્પિતા તપાસમાં સહકાર આપી રહી છે, જ્યારે પાર્થ ચેટર્જી આવું નથી કરી રહ્યા.

બીજી તરફ પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હાંકી કાઢવાની માંગણી તેજ બની છે. રાજ્યના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી રાજભવન ખાતે રાજ્યપાલ લા ગણેશનને મળ્યા હતા અને ચેટરજીને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો