નવરાત્રિની આઠમ નિમિત્તે સુરતમાં ઉમિયાધામ ખાતે મહાઆરતી અને મશાલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમની પવિત્ર રાત્રિએ પારંપરિક રીતે ગરબા, મશાલ અને 35 હજારથી વધુ દિવડાઓથી માતાજીની ભિન્ન રીતે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતાં.
છેલ્લા 24 વર્ષથી યોજાતી આ મહાઆરતીમાં શહેરના શહેરના અગ્રણી, વ્યવસાયિકો સહિત 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. રાજયના કેબીનેટ મંત્રી , સાંસદ અને ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હાજર રહ્યાં હતા.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ ખાતે આસો સુદ આઠમની મહા આરતીમાં 35 હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા અને અલૌકિક વાતાવરણમાં મહા આરતીનો લાભ લીધો હતો. છેલ્લા 24 વર્ષથી યોજાતી મહાઆરતીમાં શહેરના રાજકીય સામાજિક અને વ્યવસાયીક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવતા વર્ષે આ ઉત્સવને 25 વર્ષ પૂરા થતા હોવાથી અત્યારથી જ તેનું આયોજન કરવામાં આવ્યું છે.
વરાછા વિસ્તારમાં આવેલુ ઉમીયા મંદિર સુરતામાં વસતા કડવા પાટીદાર સમાજના લોકોનું આસ્થાધામ છે, અહીંયા આસો એટલે કે શરદીય નવરાત્રીમાં પરંપરાગત ગરબા રમયા છે, સાથે સાથે આઠમની મહા આરતીનું આયોજન થાય છે.
આરતી પુર્વે ત્રિશૂળ-મશાલ લઇને નિકળતા ભક્તો અને તેમની સાથે માથે પ્રગટાવેલો ગરબો લઇને નિકળતી મહિલાઓ ધુપ સાથે નિકળતા યુવાનો વાતાવરણને અલૌકીક બનાવે છે, તેમની સાથે સાથે ઉપસ્થિત હજ્જારો ભક્તો એક સાથે આરતી પ્રગટાવીને માતાજીની આરાધના કરતાં હોય છે, આ દ્રશ્ય કોઇના પણ માટે જીવનનું યાદગાર દ્રશ્ય બની રહે છે.