તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી છે, અને ત્યાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી અને 15 મી ઓગસ્ટએ ઘ્વજવંદન કરવામાં આવશે કે નહીં તે પણ એક મોટો મુદ્દો હતો. પરંતુ 370 હટતાં પ્રથમવાર થયેલા દ્વાજવંદનમાં મોરબીના નેલેશભાઈ 3720 કિલોમીટર બાઇક ચલાવી કાશ્મીર પહોંચ્યા હતા દિલ્હી આર્મી હેડક્વાર્ટરે અગાઉ મંજૂરી આપી ન હતી પણ નિલેશભાઇનો ઉત્સાહ જોઇ પાછળથી લીલીઝંડી આપી.
મોરબીથી નિલેશભાઈ એ જમ્મુ જવા માટે 7320 કિલોમીટર બાઇક ચલાવ્યું હતું, મોરબીથી જમ્મુ અને પરત મોરબી સુધીનું 3720 કિ.મી.નો પ્રવાસ આ યુવાને 15 દિવસમાં પૂરો કર્યો.
કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર થઇ રહેલા ધ્વજવંદનમાં હાજરી આપવા મોરબીના દેશપ્રેમી યુવાન જમ્મુ સુધી એકલા બાઈક પર ગયા હતા.
મોરબીથી જમ્મુ અને પરત મોરબી સુધીનું 3720 કિ.મી.નો પ્રવાસ આ યુવાને 15 દિવસમાં પૂરો કર્યો હતો. નિલેશભાઈ મોરબીથી 8 ઓગસ્ટે નીકળ્યા અને 14 મી ઓગસ્ટે જમ્મુ પહોંચ્યા હતા.
કલમ 370 નાબૂદ થાય બાદ ઘ્વજવંદન કરવું એ ખુબજ ગંભીર હતું,પરંતુ નિલેશભાઈ ની 3720 કિલોમીટર જમ્મુમાં જઇ ને ઘ્વજવંદન કર્યું હતું, મોરબી તાલુકાના બગથળા ગામના નિલેશ ધરમશીભાઈ કાંજિયા નામના યુવાને આ વખતે સ્વાતંત્ર પર્વની ઉજવણી જમ્મુમાં કરવાનું નક્કી કર્યું હતુ.
જમીન મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી બે ધ્વજ ફરકાવવામાં આવતા હતા. પરંતુ કલમ 370 હટાવવાના નિર્ણય બાદ પ્રથમ વખત કાશ્મીરમાં ભારતનો તિરંગો લહેરાવવાનો હતો. નિલેશભાઈએ જમ્મુના ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રથમ મોરબી સરકારી તંત્રનો સંપર્ક કર્યો ત્યારબાદ તેમણે દિલ્હી આર્મી હેડક્વાર્ટરનો સંપર્ક સાધ્યો હતો.
શરૂઆતમાં ના બાદ નિલેશભાઈનો જુસ્સો જોઈને આર્મીએ તેમને પરવાનગી આપી 8 ઓગસ્ટ નિલેશભાઈ એકલા જ પોતાનું બાઇક લઇને જમ્મુ જવા નીકળ્યા હતા. રસ્તામાં બીએસએફ અને આર્મીની છાવણીઓ ખાતે તેઓ રાતવાસો અને ભોજન કરતા હતા. 14 ઓગસ્ટે તેઓ જમ્મુ ખાતે પહોંચી ગયા હતા.
આ ઉપરાંત નિલેશભાઈ જમ્મુમાંથી ઘ્વજવંદન કરીને 15મી ઓગસ્ટે તેઓ જમ્મુથી પરત મોરબી આવવા રવાના થયા હતા. નિલેશભાઈ 14મી તારીખે જમ્મુ પહોંચી ગયા હતા. અને તે રાત્રે જમ્મુમાં જ રોકાયા હતા,14મી તારીખે તેમણે આખી રાત જમ્મુના પરેડ ગ્રાઉન્ડમાં જ વિતાવી હતી, જ્યાં બીજા દિવસે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને નિલેશભાઈ કાશ્મીરના લોકોને મળવા નીકળી પડ્યા હતા.
બીજા દિવસે સવારે ત્યાંથી નીકળીને અઠવાડિયા બાદ તેઓ મોરબી પહોંચ્યા હતા.આ સિવાય નિલેશભાઈ બીજા કાર્યક્રમોમાં પણ ભગલીધો હતો. તેમને 1990 માં દિલ્હીમાં ધ્વજ વંદન કરવા સાઇકલ લઈને ગયા હતા. નિલેશભાઈ આ વર્ષ 15 મી ઓગસ્ટ પોતાનું બાઇક લઈને 3720 કિલોમીટર જમ્મુ ગયા હતા.
આ સિવાય નિલેશભાઈ 1990 માં દિલ્હીમાં યોજાયેલા 26મી જાન્યુઆરીના ધ્વજવંદનમાં હાજરી આપવા બગથળા ગામથી સાઇકલ ચલાવીને ગયા હતા. જ્યાં તેમણે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી પરેડ નિહાળી હતી.
આ બંને અવસર અંગે નિલેશભાઈ જણાવે છે કે, એક ગુજરાતી તરીકે એકલા સફર કરીને ધ્વજવંદન કરવા માટેનો તેમને ગર્વ છે. અને તેમને આ કાર્ય કરવા બદલ તેમને ખૂબ માન-સમ્માન પણ મળ્યું હતું,અને તેમને ચર્ચા પણ ખૂબ કરવામાં આવી હતી,નિલેશભાઈ ને પણ એક ભારતીય હોવાથી ખૂબ ગર્વ અનુભવે છે.