રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલો ભાણગઢ એશિયાનો સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક છે. સરકારી આદેશ છે કે અહીં 6 વાગ્યા પછી કોઇને પણ રોકાવાની મનાઇ છે. આથી અહીં પ્રવાસીઓને 5:30 થતાં જ કિલ્લામાંથી બહાર કાઢવામાં આવે છે. જેથી ભૂલથી પણ કોઇ અંદર ના રહી જાય.
ઇતિહાસ અનુસાર ભાણગઢનું નિર્માણ આમેરના રાજા ભગવંત દાસે ઇસ્વીસન 1573માં પોતાના નાના દીકરા માધોસિંહ માટે કરાવ્યું હતું. આ પછી 3 પેઢીઓએ તેના પર રાજ કર્યું હતું. તાંત્રિકની ખરાબ નજરથી બરબાદ થયું આ શહેર ભાણગઢ એક પ્રાચીન નગર છે. એવી માન્યતા છે કે એક તાંત્રિકની ખરાબ નજર આ નગરના વિનાશનું કારણ બની.
પરંતુ એ તેલ એક ચટ્ટાન પર પડ્યું અને તે ચટ્ટાન તાંત્રિક તરફ ખેંચાવા લાગી. આથી ચટ્ટાનની નીચે દબાઇને તે તાંત્રિકનું મોત થયું હતું. ભાણગઢની રાજકુમારી રત્નાવતી અત્યંત સુંદર હતી. રાજ્યનો એક સિંધિયા નામનો તાંત્રિક રાજકુમારી પર મોહિત થયો હતો. તે રત્નાવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ તે સંભવ નહોતું. આથી તેણે નગરની બજારમાંથી તેલ ખરીદવા આવેલી રાજકુમારીની દાસીને સંમોહિત કરેલું તેલ આપ્યું. જેથી રાજકુમારી તેની તરફ આકર્ષિત થાય.
પરંતુ અવસાન પહેલા તે તાંત્રિકે પોતાની તંત્ર વિદ્યાના પ્રભાવથી નગરને ધ્વસ્ત કરવાની તૈયારી કરી હતી. તેણે શહેરને વિનાશનો શ્રાપ આપ્યો. એવું કહેવાય છે કે તાંત્રિકના મોત પછી રાજકુમારી સહિત ભાણ ગઢનો કોઇ સ્થાનીક સવાર ના જોઇ શક્યો. એક જ રાતમાં સમગ્ર શહેરનો વિનાશ થયો અને લોકો દબાઇને મરી ગયાં. એવું માનવામાં આવે છે કે અકાળે અવસાનના કારણે આજે પણ ત્યાં આત્માઓ ભટકે છે.
ભાણગઢ શહેરમાં પ્રવેશ કરતાં જ સૌથી પહેલા બજાર જોવા મળે છે. તે બજાર જેની એક જમાનામાં જાહોજલાલી હશે. આજે વેરાન અને ખંડેર બન્યું છે. બજારમાં બનેલી દુકાનોની દિવાલ એવી રીતે પડી છે કે લાગે છે કે પહેલા ત્યાં કશું હતું જ નહીં. એવું પણ કહેવાય છે કે શહેરમાં બનેલા નર્તકી મહેલમાંથી રાતે ઝાંઝરના અવાજો પણ આવે છે.
આ તો થયો ભાણગઢનો ઇતિહાસ. હવે વાત કરીએ કે શું અહીં સાચ્ચે જ ભૂત છે શું અહીં સાચ્ચે જ આત્માઓ ભટકે છે. આ સવાલો સાથે સુપરનેચરલ પાવર્સ પર કામ કરનાર અને પેરાનોર્મલ એક્ટિવિટીના તપાસનીશ પણ અહીં આવી ચૂક્યા છે.
જેમાંથી અનેક લોકોએ અહીં નેગેટિવ એનર્જીની હાજરીને સ્વીકારી છે. અનેક ઇન્વેસ્ટિગેટર્સના કેમેરામાં કેટલીક વિચિત્ર તસવીરો પણ કેદ થઇ છે પરંતુ કોઇએ એ નથી કહ્યું કે તે ભૂત છે. તેનું કહેવું છે કે જ્યાં સુધી રિસર્ચ પૂરી ના થાય ત્યાં સુધી કશું જ કહી ના શકાય.
જો ભૂત નથી તો શું આ નેગેટિવ એનર્જી હોય શકે છે? આ પર કેટલાક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર્સનું કહેવું છે કે એવી એનર્જી જે લાંબા સમય સુધી એક જ જગ્યા પર અટકાયેલી હોય અને કોઇ કારણોસર ફ્લો ના થતી હોય તો તે નેગેટીવ એનર્જી કહેવાય છે.
સાયન્સે ક્યારેય એ માન્યું નથી કે ભૂત છે. પરંતુ તે ભૂતોના અસ્તિત્વને નકારી પણ શકતા નથી. પેરાનોર્મલ એક્ટિવિસ્ટનું કહેવું છે કે આ પાછળનું કારણ છે કે ભૂત ના હોવાના સબૂત ભૂત હોવા કરતાં વધારે છે. ભલે આજે ઓછા છે. આ સ્ટોરીમાં અમે કોઇ અંધવિશ્વાસને વધારો નથી આપી રહ્યા પરંતુ ઉપલબ્ધ તથ્યોના આધારે વાત કરી છે.