ભાદવા ગામમાં ૪૨ વર્ષના આ વ્યક્તિ વર્ષમાં ૩૦૦ દિવસ સતત ઊંઘ્યા કરે છે, જાણો શું છે તેના પાછળનું કારણ?

સામાન્ય રીતે કોઇપણ માણસને ૬ થી ૮ કલાકની ઉંઘ જરૂરી હોય છે અને બાકીના સમયમાં કામમાં વ્યસ્ત રહે છે. તેમ છતાં રાજસ્થાનના નાગોર જિલ્લાના ભાદવા ગામમાં રહેનાર ૪૨ વર્ષનો એક વ્યક્તિ વર્ષમાં ૩૦૦ દિવસ ઉંઘે છે. તેમાં રસપ્રદ વાત એ છે કે, તે ખોરાકથી માંડીને નહાવા સુધીનું કામ ઉંઘમાં હોય ત્યારે જ કરી લે છે. આવી રીતે ઉંઘવાની વિચિત્ર ટેવના કારણે ગામ લોકો પુરખારામ નામની વ્યકિતને કુંભકર્ણ તરીકે જ ઓળખે છે.

આ પુરખારામને ઉંઘમાંથી જગાડવા માટે ૨ થી ૩ કલાકની મહેનત કર્યા બાદ જ તે ઉઠે છે. પરિવારજનોના ખૂબ પ્રયત્ન છતાં તેની ઉંઘ માત્ર ૫ થી ૧૦ મીનિટ જ ખુલતી હોય છે. એ સમયગાળામાં ખાવાનું અને ન્હાવાનું કાર્ય તે કરી લે છે. તેમ છતાં કેટલાક સમય તો એવું પણ બને છે ગમે તેટલા પ્રયત્નો છતાં ૨૦ થી ૨૫ દિવસ સુધી ન્હાયા ધોયા વગર રહે છે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તેની ઉંઘ ઉડતી નથી. આ ક્રમ આજકાલ કરતા ૨૩ વર્ષથી ચાલી રહ્યું છે.

તબીબોએ જણાવ્યું છે કે, પુરખારામ એકિસસ હાયપર સોમ્નિયા નામની બીમારીથી પીડિત છે. આ એવી બીમારી છે જેમાં વ્યકિત હંમેશા ઉંઘમાં જ રહેતો હોય છે. તે જાગે તો પણ મગજ ઉંઘથી ઘેરાયેલું રહે છે. પોરખારામના નાનપણથી જ લગ્ન થઈ ગયા હતા. તેમની પત્ની લિછમાદેવીના જણાવ્યા મુજબ, બીમારીની શરુઆત થઇ હતી ત્યારે તે માત્ર ૫ થી ૭ દિવસ જ સુઇ રહેતા હતા. પરંતુ ત્યાર બાદ સમયગાળો વધતો ગયો હતો. ઘણી વખત તો બળજબરીથી ઉઠાડીને ખુરશીમાં બેસાડવામાં આવે ત્યારે ખુરશીમાં જ તે સુઇ જાય છે.

કંઈપણ પણ યાદ કરાવવામાં આવે ત્યારે ઉંઘનું ઝોકુ આવી જતું હોય છે. વાતો પણ અમારી સાથે ખૂબ ઓછી કરે છે. પુરખારામના પરીવારમાં પત્ની ઉપરાંત માતા અને બે પુત્રીઓ રહે છે. આ અગાઉ બીમારીનું પ્રમાણ ઓછું હતું ત્યારે ગામમાં તે દુકાન ચલાવતા હતા પરંતુ ૨૦૧૫ બાદ આ ઉંઘવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. જેના કારણે પરીવારના સભ્યોએ આજીવિકા માટે મહેનત કરવી પડી રહી છે. ગામના લોકો કુંભકર્ણ કહી તેમને ઓળખે છે પરંતુ પરીવારના સભ્યો તેમની ખૂબ કાળજી રાખી રહ્યા છે.

Scroll to Top