રિલેશનશિપ એક્સપર્ટ્સ અનુસાર છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે છોકરાઓ જિમ માં જઈ ને બોડી બનાવવાનું શરૂ કરે છે. પરતું માત્ર બોડી બનાવવાથી છોકરીઓ ઇમ્પ્રેસ થઈ જતી નથી. એવી ઘણી બાબતો હોય છે જેમાં છોકરી વિચાર કર્યા પછી જ કોઈને પોતાના દિલ માં સ્થાન આપવાનું નક્કી કરે છે. આવી બાબતો ને ધ્યાન માં રાખી ને તમે પણ કોઈ ના દિલ માં સ્થાન મેળવી શકો છો.
છોકરીઑ પેલી નજર માં છોકરાની ડ્રેસિંગ સેન્સ નોટિસ કરે છે. ડ્રેસિંગ સેન્સનો અર્થ મોંઘા અથવા બ્રાન્ડેડ કપડાં પહેરવાનો નથી પરંતુ તમારા શરીર પર સ્વચ્છ અને ફિટ કપડાંથી છે. આમાં તમારા ફૂટવેરનો સમાવેશ થાય છે. દરેક છોકરીને એવા છોકરાઓ ગમે છે જે સ્વચ્છ હોય. તેથી જ્યારે પણ તમે કોઈ છોકરીની મુલાકાત લો છો ત્યારે તમે વ્યવસ્થિત તૈયાર થઈને જાઓ. જો તમને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો તમે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરી શકો છો.
દરેક છોકરી ઇચ્છે છે કે તેનો જીવનસાથી કાળજીપૂર્વક સાંભળે તેથી જ્યારે પણ તમે કોઈ છોકરીને મળવા જાઓ છો, ત્યારે તેની સાથે ઓછી વાત કરો અને તેની સાંભળવાનો પ્રયાસ કરો જેનાથી તે ફરીથી મળવા માટે ઉત્સુક બનશે. કોઈપણ છોકરીને મળવા જતી વખતે પરફ્યુમ કે સ્પ્રે સાથે જવું જરૂરી નથી. આનાથી દરેક છોકરીઓ ખુશ થઈ જાય છે. તેથી જો તમે આવું કરીને જાઓ તો તમને ફાયદો થઈ શકે છે.