આ પરિવારને પાંચ વર્ષીય બાળકીને ટ્યુશનમાં મોકલવું પડ્યું ભારે, ટીચરના દીકરાએ બાળકી પર આચર્યું દુષ્કર્મ

આજે એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમે બાળકોને ટ્યુશનમાં મોકલતા પહેલા હજાર વખત વિચાર કરશો. જ્યારે હાલના સમયમાં ટ્યુશન ક્લાસમાં બાળકીઓ, સગીરાઓ અને યુવતીઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

જ્યારે આજે એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના દિલ્લી પાસે આવેલા ગાજીયાબાદમાંથી સામે આવી છે. અહીં એક મહિલા ટીચરના 13 વર્ષીય દીકરાએ ઘરે ટ્યુશનમાં આવેલી 5 વર્ષની બાળકી પર કથિત રીતે રેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપી સગીરને ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ગઈ કાલના ઘટી હતી. આ સમયે વિજયનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતી એક કોલોનીમાં રહેનારી 5 વર્ષીય બાળકી ટ્યુશનમાં ભણવા માટે તેના ભાઈ સાથે ઘરેથી ગઈ હતી. એસપી સિટી નિપુણ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જ્યારે આ બાળકી તેના ટીચરના ઘરે પહોંચી તો તે સમયે મહિલા ટીચર ઘરે હાજર નહોતી.

તેમ છતાં ટીચરનો સગીર દીકરો ઘરમાં રહેલો હતો. જ્યારે પીડિત બાળકીનો ભાઈ શૌચ કરવા માટે ઘરે ગયો ત્યારે તેની માતાએ તેને બજારમાં કંઇક લેવામાં માટે મોકલી દીધો હતો. આ દરમિયાન પીડિત બાળકી અને ટીચરનો સગીર દીકરો ઘરમાં રહી ગયા હતા. ત્યારે આરોપી સગીર દ્વારા બાળકીનો કથિત રીતે રેપ કરવામાં આવ્યો હતો.

જ્યારે આ ઘટના બાદ બાળકીએ ઘરે પહોંચીને આ વાતની જાણ તેની માતાને કરી હતી. ત્યાર બાદ પીડિત બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા પીડિત બાળકીને મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. રેપના આરોપમાં પોલીસ દ્વારા આરોપી સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પછી પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને નોઈડાના એક બાળ સુધારણા ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસ દ્વારા આ બાબતમાં આગળની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

Scroll to Top