ગુજરાત રાજ્યના જામનગર શહેરમાંથી સમાજને થપ્પડ મારતો એક બનાવ સામે આવ્યો છે. આ કિસ્સામાં 50 વર્ષ ની ઉમરનો વ્યક્તિ 15 વર્ષની યુવતી સાથે અડપલાં કરતો પકડી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ દાદાની ઉંમરનો આ વ્યક્તિ તેનાથી 35 વર્ષ નાની છોકરી સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો.
જામનગર માં આવેલા લખોટા તળાવમાં યુવતીના પિતાની ઓળખ આપીને શખ્સ અંદર ઘુસ્યો હતો. થોડા સમય પછી તેઓ બંને બધાંયની નજરથી બચીને એક ખૂણામાં ચાલ્યા ગયા હતા જેથી સ્થાનિક તંત્રને શંકા ગઇ હતી. આથી તંત્ર એ તે બંને પર સતત વોચ રાખી હતી. તળાવની અંદર આવ્યા બાદ તેઓ શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા હતા. આ શંકા ત્યારે ખાત્રીમાં ફેરવાઇ ગઈ જ્યારે તરુણી અને વૃદ્ધ બંને એક ખૂણાની અંદર બેસવા માટે ચાલ્યા ગયા.
આ બંને પર નજર રાખવા માટે તંત્ર સીસીટીવી ચેક કરવા લાગ્યું હતું જેમાં બંને રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. આ બનાવથી તરુણી સાથે કોઈ ખોટું ના થઇ જાય એ માટે તંત્ર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને બંનેને રંગે હાથ જડપી લીધા હતા અને ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાની સીસીટીવી ખુબજ વાયરલ થઈ રહી છે અને પોલીસ આ ઘટના માં વધુ તપાસ હાથ ધરી રહી છે.