AssamIndia

આસામ અને મેઘાલયમાં વર્ષો જુના વિવાદનો આવ્યો અંત, જાણો કેવી રીતે

આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલ સીમા વિવાદનો આજે અંત આવ્યો છે. બંને રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ એક સમજૂતી માટે સંમત થયા છે. મંગળવારે, આસામના સીએમ હેમંત બિસ્વા સરમા, સાંસદ દિલીપ સેકિયા અને મેઘાલયના સીએમ કોનાર્ડ સંગમા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગૃહ પ્રધાન શાહને મળ્યા હતા. આ દરમિયાન સરહદ વિવાદના ઉકેલ માટે સમજૂતી થઈ હતી.

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંને રાજ્યોની 70 ટકા સરહદ આજે વિવાદ મુક્ત થઈ ગઈ છે. બંને રાજ્યોના સીએમએ કહ્યું કે અમે આગળના વિવાદને વાતચીત દ્વારા ઉકેલીશું. તેમણે કહ્યું કે આજે ખૂબ જ ઐતિહાસિક કાર્ય થયું છે. ગૃહમંત્રીએ પીએમ મોદી અને ભારત સરકાર વતી બંને રાજ્યોના મુખ્યમંત્રી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું વિકસિત નોર્થ ઈસ્ટનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે. શાહે કહ્યું કે અત્યાર સુધીમાં 4 હજાર 800 થી વધુ હથિયારો કાનૂની સત્તા સમક્ષ સરેન્ડર કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વના ગૌરવ માટે સતત કામ કર્યું છે. શાહે કહ્યું કે તેમણે વડાપ્રધાન સાથે ઉત્તર પૂર્વ સરહદ અંગે વાત કરી છે. સૌ પ્રથમ, 2019 માં, ત્રિપુરામાં સશસ્ત્ર જૂથ વચ્ચે સમજૂતી થઈ હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker