1. નીતા અંબાણી
કોલેજ સ્ટુડન્ટથી લઈને ભારતના સૌથી અમીર બિઝનેસમેનની પત્ની – નીતા અંબાણીની કહાની કોઈ પરીકથાથી ઓછી નથી. નીતા અંબાણી એક ઉદાર અને પરોપકારી મહિલા તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેમને સમૃદ્ધ જીવનશૈલી જીવવાનું પસંદ છે. તેમને મોંઘી કારનો શોખ છે. નીતા અંબાણીની જ્વેલરી અને કપડાં તેમના માટે બેસ્ટ બ્રાન્ડ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
2. ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય બચ્ચનને ઘણીવાર ‘દુનિયાની સૌથી સુંદર મહિલા’ તરીકે ઓળખવામાં આવે છે. તે એક ભારતીય અભિનેત્રી છે અને મિસ વર્લ્ડ 1994 સ્પર્ધાની વિજેતા છે. તેને ઘણા પુરસ્કારો અને સન્માનો આપવામાં આવ્યા છે, જેમાં મુખ્ય ફિલ્મફેર પુરસ્કાર, ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને ફ્રાન્સ સરકાર દ્વારા ઓર્ડે ડેસ આર્ટસ એટ ડેસ લેટર્સ સામેલ છે. તે ભારતીય સૌંદર્યને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ ગઇ છે અને તે ખરેખર સુંદરતાની ભારતની એમ્બેસેડર છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં તેની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
3. નતાશા પૂનાવાલા
નતાશા પૂનાવાલા અદાર પૂનાવાલાની પત્ની છે, જેઓ ‘વેક્સિન પ્રિન્સ’ તરીકે પ્રખ્યાત છે. 37 વર્ષની નતાશા ફેશનિસ્ટા છે અને લક્ઝરી લાઈફ જીવે છે. તે વિલ્લુ પૂનાવાલા ફાઉન્ડેશનના પ્રમુખ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પૂનાવાલા સાયન્સ પાર્કના ડિરેક્ટર છે. આ ઉપરાંત તે નેધરલેન્ડમાં પૂનાવાલા રેસિંગ એન્ડ બ્રીડિંગ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર પણ છે.
4. બી. ચન્દ્રકલા
‘લેડી દબંગ’ તરીકે જાણીતી બી. ચંદ્રકલા ખૂબ જ સુંદર મહિલા તેમજ 2008 બેચની IAS ઓફિસર છે. તેમની છબી એક પ્રામાણિક અધિકારી જેવી રહી છે. તેઓ સામાન્ય લોકો અને ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા તત્કાલિન મુખ્યમંત્રી કરતા વધુ છે.
5. સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા એક ભારતીય વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે અને તેણે 6 ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીત્યા છે. તે ભારતમાં સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી રહી છે. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા સાનિયા મિર્ઝાને રમતગમતના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે. ખૂબ જ સુંદર સાનિયા મિર્ઝા પણ તેના ડ્રેસને લઈને ચર્ચામાં રહી છે. તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.
6. દિવ્યા ખોસલા કુમાર
દિવ્યાએ પોતાના કરિયરની શરૂઆત મૉડલ તરીકે કરી અને પછી અભિનેત્રી બની. તેણીએ ટી-સીરીઝ કંપનીના મલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા. દિવ્યા ફિલ્મ નિર્માણ અને સંગીત નિર્માણ ક્ષેત્રે જાણીતું નામ છે. આ સિવાય તે T-Series YouTube ચેનલની હેડ છે. 37 વર્ષની દિવ્યા પણ ફેશનના ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવતી રહે છે.