ધન્ય છે આ દાદાને! 60 વર્ષે પણ હાર માન્યા વગર માત્ર 10 રૂપિયામાં કરે છે આવું કામ, લોકો દૂર દૂરથી આવે છે શોધતા-શોધતા

હાલના સમયમાં સોશ્યિલ મીડિયામાં અમદાવાદના એક 10 વર્ષના બાળકોનો વિડીયોવાયરલ થયો હતો જે માત્ર 10 રૂપિયામાં સેવ પુરી વેચીને પરિવાર પર આવેલ મુશ્કેલીમાં સહાય કરવા માટે વેચી રહ્યો હતો, જેનો વિડીયો બનાવીને સોશ્યિલ મીડિયામાં વાયરલ કરતા તે બાળક સમાચારોની હેડ લાઈનમાં આવી ગયો હતો ત્યારે હવે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો જેમાં નાનો બાળક નહિ કે નહિ યુવાન બાળક પરંતુ એક 60 વર્ષના દાદાનો હોવાનું સામે આવ્યું છે. જે દાદા જૂનાગઢમાં રહે છે. અને તે પરિવારનું ગુજરાન ચલાવવા આટલી મોટી ઉંમરે પણ મહેનત કરી રહ્યા છે.

આ 60 વર્ષનાં દાદા માત્ર 10 રૂપિયામાં ગરમાગરમ નાસ્તો વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે આપણી કહેવત છે ને કે,’સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય!’ એ કહેવતને આ 60 વર્ષના દાદા લોકોને તેમનું ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે, આ જૂનાગઢના 60 વર્ષીય દાદાનું નામ રાજેશભાઈ છે.

જે જૂનાગઢ શહેરના એમ.જી.રોડ અને માંગનાથ રોડ પર માત્ર 10 રૂપિયાની નજીવી કિંમતે ગરમાગરમ નાસ્તો પરોસીને લોકોના દિલ જીતી રહ્યા છે. ત્યારે હવે આ 60 વર્ષના રાજેશભાઈએ તેમનો જિંદગીભર કરેલો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

જે રાજેશભાઈ જૂનાગઢમાં છેલ્લાં 30 વર્ષથી રહે છે, જો કે આ રાજેશભાઈ પહેલા પાનના વ્યવસાય સાથે જોડાયેલા હતા, ત્યારબાદ તેમાં કાંઈ ખાસ ન ચાલતા તેઓ ફાસ્ટફૂડનો બિઝનેસ કરવા લાગ્યા હતા, ત્યારે હવે તેમનો આ પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ રાજેશભાઈની જિંદગી કોઈ ફિલ્મની સ્ટોરી કરતા ઓછી નથી તેમની પણ જિંદગીમાં ઉંમરને કારણે બીમારી આવી, અને તેમને અનેક પારિવારિક સમસ્યા ઉભી થઈ હતી, જેના કારણે તેમને વ્યવસાય ગુમાવ્યો હતો, તેમ છતાં તેઓ તેમાં જીવનમાં હાર ન માની નહતી!

હાલમાં આ 60 વર્ષના રાજેશભાઈ જૂનાગઢ શહેરના એમ.જી.રોડ અને માંગનાથ રોડ ઉપર પગપાળા ચાલીને લોકોને ગરમાગરમ સમોસા, ઘૂઘરા, પકોડા અને સેન્ડવીચ જેવો નાસ્તો માત્ર 10 રૂપિયાની નજીવી કિંમતે કરાવે છે. જે રાજેશભાઈ હાલમાં લોકોનું દિલ જીતી રહ્યાં છે. ત્યારે હવે રાજેશભાઈ પણ આજે સોશિયલ મીડિયા પર સીઘણા ચર્ચામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર હાલમાં ઘણા સેવાભાવી યુવાનો રાજેશભાઈના આ બિઝનેસને એટલો બધો ફેલાવ્યો છે કે, તેને જૂનાગઢ બધા લોકો શોધતા શોધતા અહીં ગરમાગરમ નાસ્તો કરવા માટે આવી રહ્યા છે અને તેની મદદ પણ કરી રહ્યા છે. જેના કારણે રાજેશભાઈના બિઝનેસ ઝડપી ચાલી રહ્યો છે.

Scroll to Top