AhmedabadGujaratNews

ગુજરાતમાં કોરોના બેફામ, આજના કેસથી આરોગ્ય વિભાગમાં હડકંપ

ગુજરાતમાં આજે કોરોન વાયરસના પોઝિટિવ કેસનો વિસ્ફોટ થયો છે. ગુજરાત 8 મહિના બાદ પહેલીવાર 6 હજારથી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6275 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1263 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે રહતન સમાચાર એ છે કે, રાજ્યમાં સતત બીજા દિવસે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી.

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 2,519 અને સુરતમાં 1,879 કેસ નોંધાયા છે. આ બંને શહેરોમાં કોરોનાના સક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જે એક ચિંતાનો વિષય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 10 હજાર 128એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 163 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 27913 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 27887 દર્દીની હાલત સ્થિર છે.

ઓમિક્રોનનો એક પણ કેસ નહીં

રાજ્યમાં આજે ઓમિક્રોનનો એક પણ કે નોંધાયો નથી. જોકે અત્યાર સુધીમાં 236 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે જેમાંથી 167 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે.

જણાવી દઇએ કે, જાન્યુઆરી 2022થી કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, છેલ્લા 24 કલાકના કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 2487,સુરત કોર્પોરેશન 1696, વડોદરા કોર્પોરેશન 347, રાજકોટ કોર્પોરેશન 194, સુરત 183, ગાાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશન 980, કચ્છ 70, ભરૂચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જુનાગઢ કોર્પોરેશન 45 કેસ નોંધાયા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker