ટીમ ઇન્ડયામાં કોરોનાનો રાફડો ફાટ્યો, શિખર ધવન સહિત 7 ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે પહેલા ટીમ ઈન્ડીયા માટે માઠા સમાચાર આવ્યાં છે. શિખર ધવન, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ  સહિત 8 ખેલાડીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમ સાથે ત્રણ એક દિવસીય મેચ અને ત્રણ T-20 સીરીઝ માટે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ ટીમ આજે સાંજે અમદાવાદ આવી પહોચી છે. અમદાવાદમાં વન ડે સીરીઝ અને કોલકાતામાં T20 સિરીઝમાં રમાશે. 3 વન ડે અને 3 ટી-20 સીરીઝ રમવા પહોચેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓને ત્રણ દિવસના ક્વોરન્ટીન રહેવુ પડશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં  એક નવો ઈતિહાસ રચાશે. આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ 1000મી વન ડે રમનારી વર્લ્ડની પહેલી ટીમ બનશે.

https://twitter.com/ANI/status/1488905613581365248?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1488905613581365248%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fcovid-19-scare-in-senior-indian-cricket-team-as-players-test-positive

આ ઐતિહાસિક મેચનું સાક્ષી અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બનશે. ત્રણ એક દિવસીય મેચની આ શ્રુંખલા 6 ઠ્ઠી ફેબ્રુઆરીથી શરુ થશે. જો કે.પૂર્વ નિર્ધારિત રીતે મોદી સ્ટેડીયમમાં એક પણ દર્શકને પ્રવેશ નહિ મળી શકે. તો કોલકાતામાં આયોજિત T20 સિરીઝમાં 75% દર્શકોને પ્રવેશ મળશે. આ   T20 સીરીઝ  16 ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલા મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી મુજબ સ્ટાર ઓપનર બેટ્સમેન શિખર ધવન, CSK માટે ફાઈનલ પોતાના દમ પર જીતનાર ઋતુરાજ ગાયકવાડ કોરોના પોઝિટિવ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ આઉટ થઈ જશે તો ટીમ ઈન્ડિયા માટે તે કોઈ આંચકાથી ઓછું નહીં હોય.

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની મેચો

6 ફેબ્રુઆરી: પહેલી ODI (અમદાવાદ)
9 ફેબ્રુઆરી: બીજી ODI (અમદાવાદ)
11 ફેબ્રુઆરી: ત્રીજી ODI (અમદાવાદ)
16 ફેબ્રુઆરી: 1લી T20 (કોલકાતા)
ફેબ્રુઆરી 18: બીજી T20 (કોલકાતા)
ફેબ્રુઆરી 20: ત્રીજી T20 (કોલકાતા)

Scroll to Top