અમદાવાદમાં આજ સાંજથી ભારે વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવારણ બન્યું હતું અને ત્યાર બાદ સાંજના ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. અમદાવાદના ગોતા, ચાંદલોડિયા, ગોતા, નરોડા, એસજી હાઈવે અને બાપુનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
તેની સાથે ભારે વરસાદના લીધે અમદાવાદ શહેરના 7 અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. મીઠાખળી, કુબેરનગર, અખબારનગર, ઉસ્માનપુરા, પરિમલ, નિર્ણયનગર અને શાહીબાગ સહિતના અંડરપાસને ભારે વરસાદના લીધે બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે ચાંદલોડિયા, ગોતા, રાણીપ, વાડજ, શેલા, શિલજ, વૈષ્ણોદેવી, CTM, શિવરંજની, જીવરાજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેના લીધે ભારે ટ્રાફિકજામ થયો છે.
અમદાવાદના વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં માત્ર એક કલાકમાં 2 થી 3.5 ઇંચ સુઘી વરસાદ વરસ્યો હતો. જ્યારે બોપલમાં એક કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. એક કલાકમાં શહેરમાં સરેરાશ 2 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે જ વાસણા બેરેજના 12 ગેટ સાડા ત્રણ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. વરસાદ પહેલા નદીનું જળ સ્તર ૧૩૩.૨૫ ફુટ રહેલું હતુ. ભારે વરસાદને પગલે શહેરમાં પાણી ભરાયા બાદ વધી ગયું છે. તેની સાથે અમદાવાદમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.