7 વર્ષના પુત્ર સાથે અભિનેત્રીએ કરી એવી હરકત, મચી ગયો હંગામો અને ભોગવવી પડી આવડી મોટી સજા

સોશિયલ મીડિયા પર કંઈપણ શેર કરવું તમારા ગળાનું હાડકું બની શકે છે. આવું જ કંઈક પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનાની એક અભિનેત્રી સાથે થયું છે. અભિનેત્રીએ તેના 7 વર્ષના બાળક સાથેની ન્યૂડ ફોટા સોશ્યિલ મીડિયા પર શેર કર્યા હતા, જેના કારણે હંગામો મચી ગયો હતો. આ ફોટાના કારણે અભિનેત્રી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ચુકાદો પણ આવી ગયો છે. કોર્ટે આ અભિનેત્રીને 90 દિવસ સુધી જેલમાં રહેવાની સજા સંભળાવી છે.

પુત્રના જન્મદિવસ પર તેની સાથે પડાવ્યો હતો ન્યૂડ ફોટો: આ અભિનેત્રીનું નામ અકુઆપેમ પોલો છે, જેને કેટલાક લોકો રોસમંડ બ્રાઉન નામથી પણ ઓળખે છે. રોસમંડ સિંગલ મધર છે. તેને તેના જન્મદિવસ પર તેના પુત્ર સાથે ન્યૂડ ફોટા માટે પોઝ આપ્યો હતો. આ ફોટામાં રોસમંડે કંઈ પહેર્યું ન હતું અને તેના 7 વર્ષના પુત્રએ માત્ર શોર્ટ્સ પહેરી હતી. આ સમગ્ર મામલો વર્ષ 2020નો છે.

ન્યૂડ ફોટોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હતો ખળભળાટ: રોસમંડ બ્રાઉનની તેમના પુત્ર સાથેના ન્યૂડ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. જે પછી બધા એ વિચારમાં ડૂબી ગયા કે આખરે આ અભિનેત્રીએ પોતાના 7 વર્ષના બાળક સાથે આવા ફોટા કેવી રીતે પડાવ્યા?

કોર્ટે ફગાવી દીધી રોસમંડ બ્રાઉનની અપીલ: રોસમંડ બ્રાઉનના તેમના પુત્ર સાથેના ફોટા સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ કોર્ટે રોસમંડને 90 દિવસ સુધી જેલમાં રહેવાની સજા સંભળાવી હતી. રોસમંડે આની સામે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી એપ્રિલમાં પણ થઈ હતી. પરંતુ હવે કોર્ટે રોસમંડની આ અપીલને ફગાવી દીધી છે, જેના પછી રોસમંડને 90 દિવસની જેલની સજા ભોગવવી પડશે.

જજે કહ્યું- દીકરાની પ્રાઈવસીનું નથી રાખ્યું ધ્યાન: ધ સનમાં છપાયેલા સમાચાર અનુસાર, આ સમગ્ર મામલે જજ ક્રિસ્ટીના ક્રેને કહ્યું કે સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટા શેર કરવાનો મામલો પરેશાન કરનારો છે. આ સાથે તેણે અનેક સવાલો પણ કર્યા. જજે પૂછ્યો સવાલ – શું આ મહિલાએ ફોટા પોસ્ટ કરતા પહેલા તેના બાળકને પૂછ્યું હતું? શું તેઓએ તેમના બાળકની ગોપનીયતાની કાળજી રાખી હતી?

Scroll to Top