લાલજી પટેલ દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ, માંગ પૂરી નહીં થાય તો પાટીદારો રસ્તા પર ઉતરશે

અમદાવાદઃ સરદાર પટેલ સેવા ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે જો 72 કલાકમાં અમારા 8 મુદ્દા સ્વીકારવામાં નહિ આવે તો સમગ્ર રાજ્યમાં સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યક્રમો કરતા અમને કોઈ નહિ રોકી શકે.

લાલજીભાઈનો આક્રોશ 

પ્રાપ્ત માહિતી અનુંસાર કલોલના છત્રાલ ગામે પાટીદાર સમાજની વાડીમાં આજરોજ સરદાર પટેલ સેવા ગ્રુપના હોદેદારોની સભા બપોરના 4 વાગ્યે યોજાઈ હતી જેમા ગુજરાતના ગામે ગામના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હોદેદારોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સંગઠનને મજબુત કરવા પર ભાર મુક્યો હતો અને સરકાર સમક્ષ રજુ કરેલી માંગણી જો સરકાર દ્વારા સ્વીકાર નહી આવે તો સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી. સભામાં હાજર યુવાનોને લાલજી પટેલે કહ્યું હતું કે યુવાનોને સોશિયલ મીડિયામાં પણ એસ.પી.જી. નો અવાજ બુલંદ કરવા આહવાન કર્યું હતું. રોજેરોજ સરકાર વિરુદ્ધ પોસ્ટ મુકી સમાજને જાગૃત કરવા હાંકલ કરી હતી..

લાલજી પટેલ દ્વારા રજુ કરાવમાં આવેલા 8 મુદ્દા

1.પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવામાં આવે.
2.પાટીદાર સમાજના આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારના એક સભ્યને કાયમી સરકારી નોકરી આપવામાં આવે તથા શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યોને વિશેષ નાણાકીય સહાય કરવામાં આવે.
3. જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં તથા ગુજરાતના અન્ય સ્થળોએ કરવામાં આવેલા પોલીસના દમનકારી વલણ સામે પગલા ભરવામાં આવે.
4. ગુજરાતના ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે.


5. ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિક તથા અન્ય પાટીદાર યુવાનોની લેખીત ખાત્રી આપી પારણાં કરવામાં આવે.
6.પાટીદાર સમાજની તથા પાટીદાર સમાજના યુવાનોની તમામ માંગણીઓ લેખીતમાં સ્વીકારવામાં આવે.
7. પાટીદાર અનામતનો મુદ્દો ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને લેખીતમાં રજુઆત કરે.


8.અલ્પેશ કથીરીયા તથા અન્ય પાટીદાર યુવાનોના વિરુદ્ધ કરેલ કેસો પરત ખેંચી જેલ મુક્ત કરવામાં આવે તથા અગાઉ આપશ્રીની સરકારે આપેલ વચન પ્રમાણે પાટીદારોના તમામ કેસો પરત ખેંચેલ નથી જે પરત ખેંચવામાં આવે.

લાલજી પટેલે જણાવ્યું હતું કે આ તમામ માંગણીઓ સ્વીકારી ઝડપથી ઉકેલ લાવવામાં આવે નહિતર ગુજરાતની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વણસશે જેની જવાબદારી ગુજરાતની ભાજપસરકારની રહેશે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here