- ટેટૂની સાથે-સાથે 70 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓમાં પણ વિશ્વમાં સૌથી વધુ ટેટૂનો રેકોર્ડ મેગ્નેટોના નામે છે.
આપણે સૌ આપણા જીવનકાળમાં શરીર પર એક વખત ટેટૂ ચિતરાવવા માંગીએ જ છીએ. ધર્મથી લઈને પ્રેમ-ગમે તે વાત રજૂ કરવા આપણે નામ, સિમ્બોલ, સહીનું ટેટૂ બનાવવા માંગીએ છીએ, પરંતુ આજે આપણે એક એવી વ્યક્તિને મળવાના છીએ જે ટેટૂ કરાવતા થાકતો જ નથી. શરીર પર એટલા ટેટૂ કરાવ્યા કે તે દેશમાં સૌથી વધુ ટેટૂ ધરાવતો નાગરિક બની ગયો છે.
આ વાત છે 72 વર્ષીય વોલ્ફગેંગ કિસ્ચની. જર્મની આ વતનીએ પોતાના શરીરના 98% ભાગ પર ઇન્ક લગાવી છે, એટલે કે ટેટૂ કરાવ્યા છે. તેના હાથ, પગ, મોઢા, પગમાં પણ ટેટૂ છે. હદ તો ત્યારે થશે જ્યારે તમે જાણશો કે આ મહાશયે તેની આંખ, કાન અને હોઠ પર પણ ટેટૂ ચિતરાવ્યા છે. જોકે એક જ એવી જગ્યા છે જ્યાં એમણે ટેટૂ નથી કરાવ્યું,એ છે કે પગના શોલ.
જોકે તેણે આટલા બધા ટેટૂ કેમ કરાવ્યા તેનું પણ કઈંક અલગ કારણ રજૂ કયુO છે. જર્મન ડેમોક્રેટિક રીપ્બલિકે પૂર્વ જર્મનીમાં ટેટૂઝ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ત્રાસદાયક અને કલ્પનાશીલ નહોતા. કિસ્ર્ચ શરૂઆતી કારકીર્દિમાં પોસ્ટ-વર્કર તરીકે કામ કરતો હતો, પરંતુ તેની હંમેશા દુનિયાથી-ભીડથી અલગ રહેવાની ઇચ્છા રહેતી.
આજે 20 વર્ષ બાદ તેણે આ સિદ્ધિ હાંસલ કરી હોવાનો દાવો કરી રહ્યો છે. કિસ્ર્ચ કહે છે હું 46 વર્ષનો હતો ત્યાં સુધી શરીર પર એક પણ ટેટૂ ન હતું. પહેલાં જ ટેટૂમાં મારા આંખમાંથી આંસુ સરી પડી હતા અને આજકાલ મને ટેટૂથી કોઈ પીડા પણ નથી થઈ રહી. પોતાના શરીરના 98% ભાગ પર ટેટૂ કરાવ્યા, છતાં પણ કિસ્ર્ચ કહે છે કે મને ટેટૂમેન બનવાનો કોઈ પણ અફસોસ નથી. મેં મારા જીવનમાં કુલ 240 ટેટૂ સેશન જીવ્યા છે, જેમાં કુલ 720 કલાકનો સમય વીતાવ્યો છે. એટલે કે અંદાજે જીવનનો એક મહિનો ખુરશી અને સોય સાથે મારા ટેટૂ બનાવડાવામાં વીતાવ્યો છે. સ્વાભાવિક છે કે 250 ટેટૂ બનવાવા માટે પૈસા પણ એટલા થયા હશે.
કિસ્ર્ચે અંદાજે 30,000 ડોલર એટલેકે 21,84,861 રૂપિયા વેડફ્યા છે. જોકે સામે પક્ષે તેને અમુક જગ્યાએથી મોડલિંગ અને ફોટોશૂટ માટે પણ બોલાવવામાં આવતો હતો, તેથી તેને થોડી આવક મળી રહેતી હતી. તે માત્ર ટેટૂ મેન જ નથી, પરંતુ તેના શરીરના અમુક ભાગો ચુંકબીય છે. પેપર ક્લિપથી લઈને નાના મેટલ પદાર્થો તેના શરીર તરફ ખેંચાઈ આવે છે અને ચામડી પર ચોંટી જાય છે. પોતાની ચુંકબીય શક્તિને પગલે તે પોતાને મેગ્નેટોના નામે પણ ઓળખાવે છે.