7 મું પગાર પંચઃ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર!, પગાર ઉપરાંત મળશે આ લાભ.
મોદી સરકારે સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાનું શરૂ કરી દીધું છે અને આ કડીમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોનાં શિક્ષકો અને કર્મચારીઓને માટે મોટી ખુશખબરી આવી છે.
મળતી તાજેતરની જાણકારી મુજબ, માનવ સંસાધન મંત્રાલયે એક નોટિફિકેશન રજૂ કરેલ છે કે જેનાં અનુસાર, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનાં કર્મચારીઓને પગાર પંચનો લાભ આપવા માટે રસ્તો સ્પષ્ટ કરી દીધો છે.
જાણકારી અનુસાર, મંત્રાલયની નોટિફિકેશન અનુસાર સાતમા પગાર પંચનો ફાયદો શિક્ષક, શૈક્ષણિક કર્મચારી, રજિસ્ટ્રાર, ફાઇનાન્સ ઓફિસર અને કંટ્રોલર ઓફ એક્ઝામિશનને 1 જુલાઇ 2017થી મળશે. આનો મતલબ એ છે કે આ કર્મચારીઓને સરકાર 19 મહીનાનું એરિયર પણ આપશે.
સરકારનાં આ નિર્ણય બાદ 30 હજાર શિક્ષકો અને કર્મચારીઓને ફાયદો થશે. ત્યારે સરકારનાં ખજાના પર આનો 1241.78 કરોડ રૂપિયાનો અતિરિક્ત બોઝો પડશે. આ બધાં સિવાય યૂનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર, કોલેજ પ્રિન્સિપાલ અને પ્રો-વાઇસ ચાન્સેલરની જાહેરાત અને ભથ્થું પણ સરકાર દ્વારા વધારી દેવામાં આવ્યું છે.
7 મું પગાર પંચ લાગું થવાથી હવે આમને રૂપિયા 11,250 નું ભથ્થું મળશે. વાઇસ ચાન્સેલરને 9 હજાર અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજનાં પ્રિન્સિપાલને 6750 રૂપિયાનું ભથ્થું મળશે. ત્યારે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ યૂનિવર્સિટીથી પીએચડી કરવાવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપમાં પણ વધારો કરી દીધો છે.
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે 7 માં પગાર પંચનાં પ્રસ્તાવને 15 જાન્યુઆરીને મંજૂરી આપી હતી. શિક્ષા મંત્રાલયે 28 જાન્યુઆરીનાં રોજ આ પ્રસ્તાવને સંશોધિત નોટિફિકેશન પણ રજૂ કરી દીધી હતી.