સુરતમાં દેહવિક્રયના અડ્ડા પર પોલીસની રેડ, કઢંગી હાલતમાં મળી આવી આઠ વિદેશી યુવતીઓ

ગુજરાતમાં મસાજ સેન્ટર અથવા સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસ દરોડા પાડે છે અને અનેકવાર મહિલાઓ સાથે ગ્રાહકો પણ કઢંગી હાલતમાં ઝડપાતા હોય છે ત્યારે આજે સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. આ હાઇપ્રોફાઇલ મસાજ પાર્લરમાં વિદેશથી લલનાઓ બોલાવામાં આવતી હતી અને તેમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ પાર્લરની આડમાં આવા ખરાબ ધંધા થતા હોવાની બૂમો પડી છે. ત્યારે વિદેશી યુવતી મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હોવાથી ફરિયાદ હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળી હતી. જેના પર કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસે દરોડા પાડી આઠ યુવતી સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે એવી પણ જાણકારી સામે આવી છે કે, મસાજ પાર્લરની આડમાં પોતાના દેહનો સોદો કરતી આ વિદેશી યુવતીઓની ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને આ વેપાર કરતી હતી. જોકે પોલીસના દરોડા બાદ ઝડપાયેલી તમામ યુવતીઓના દેશની એમ્બેસીને જાણકારી આપવામાં આવી છે. પકડાયેલી યુવતીઓની ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસ દ્વારા આ યુવતીઓના દેશની એમ્બેસીમાં પણ જાણ કરવામાં આવી છે.

જો કે વિદેશથી આવેલી યુવતીઓએ બિઝનેસ વિઝા નહીં પણ ટુરિસ્ટ વિઝા પર આવી આ પ્રકારના ગેરકાયદેસર વેપાર કરતી હોય છે. ત્યારે હ્યુમન ટ્રાફિકિંગ સેલ બાતમી મળી હતી કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક માઇલસ્ટોનની પાછળ રિચમોન્ડ પ્લાઝા ખાતે કોરલ પ્રાઇમ સ્પા નામની શોપમાં થાઈલેન્ડની સાત જેટલી છોકરીઓ મસાજના નામે વેશ્યાવૃત્તિનો વેપાર કરતા હોવાની માહિતી મળી હતી.

Scroll to Top