હેરાન કરી દેતી ઘટના: સાબરકાંઠાના હિંમતનગરમાં નવ વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

સાબરકાંઠા હિંમતનગરથી એક દર્દનાક ઘટના સામે આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક ૯ વર્ષની બાળકી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવતા ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિમતનગર શહેરના એક વિસ્તારની અંદર ભાડાના મકાનની અંદર રહેનાર એક બાળકીએ ઘરની અંદર ગળેફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બાળકીએ સાંજના સમયે ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળેફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં હજુ સુધી બાળકીના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ સમગ્ર રાજ્યની અંદર આપઘાતનો આ બનાવ આશ્ચર્યચકિત કરનારો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસ દ્વારા અત્યારે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર સચ્ચાઈ સામે આવી શકે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પરિવારમાં ૯ વર્ષની એક બાળકી અને બે બાળકો રહેલ છે. જેમાં એક બાળક દિવ્યાંગ છે. જ્યારે પરિવાર દ્વારા મૃતક બાળકીને દરરોજ માર મારવામાં આવતો હતો. તેમજ પરિવારમાં પતિ પત્ની વચ્ચે દરરોજ ઝઘડાઓ પણ થતા હતા.

જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતમાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે. તેની સાથે બાળકોની આત્મહત્યાના બનાવવામાં વધારો થતા બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું છે કે, બાળકોમાં વધી રહેલી આપઘાતના ઘટનાને અટકાવવા માટે સમાજ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
તેની સાથે હાલના સમયગાળામાં દરેક માતા પિતાએ પોતાના બાળકો સાથે વાર્તાલાપ કરવો જરૂરી છે. માતા-પિતા પોતાના બાળકોને સમય આપે અને તેની સાથે વાતચીત કરે તો આવા બનાવોને રોકી શકાશે.

Scroll to Top