આજે ઇન્ટરનેટની આધુનિક દુનિયામાં અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મને લીધે દેશ-વિદેશના સમાચાર આપણા સુધી સરળતાથી પહોંચી જાય છે. એક ક્લિક પર આપણે કોઈપણ સમાચાર અથવા માહિતી ઈચ્છિત જગ્યાએ મોકલી શકીએ છીએ. આપણે આપણા કોઈપણ વિચારોને સોશિયલ મીડિયા પર શેર કરી શકીએ છીએ. સોશિયલ મીડિયા પર ફની અને રોમાંચક ચીજ વસ્તુનું વર્ચસ્વ પણ છે. જેને લોકો પણ ઘણું પસંદ કરે છે અને શેર કરવા માટે એક સેકન્ડની રાહ જોતા નથી.
જો કે, કેટલીકવાર એવા ફોટા વાયરલ થાય છે. જેમાં તમને કંઈક શોધવાનું કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ફોટામાં એક ઘુવડ છુપાયેલું છે, જેને ખૂબ ઓછા લોકોને દેખાઈ રહ્યું છે. જો તમારી આંખો તીક્ષ્ણ હોય તો જ તમે તેને જોઈ શકો છો. આ સિવાય ઘણી એવી તસવીરો છે, જેમાં ચોક્કસપણે કંઈક છુપાયેલું છે. તેને આપણે ખૂબ કાળજી પૂર્વક જોવું પડે છે. તે પછી જ આપણે જાણી શકીએ છીએ કે તે ફોટામાં શું છે.
તમને જણાવી દઈએ કે ઇન્ટરનેટ પર ઘણીવાર ખૂબ રમૂજી ફોટા પણ વાયરલ થાય છે. ઘણી વખત એવા ફોટા પણ વાયરલ થઈ જાય છે, જેમાં આપણે કંઈક શોધવું પડે છે. કારણ કે તે ફોટામાં કંઇક છુપાયેલું છે. જો કે લોકો આવા ફોટામાં ઘણી રુચિ બતાવે છે અને કેટલાક લોકોને તે ન મળે ત્યાં સુધી રાહતનો અહેસાસ થતો નથી. અત્યારે એક એવો ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેને આઈએફએસ અધિકારી ધરમવીર મીનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે આ ફોટામાં, એક ઘુવડ છુપાયેલું છે, જે ખૂબ જ ઓછા લોકોને દેખાય છે. જો તમારી નજર ખૂબ તીવ્ર છે, તો તે વિલંબ કર્યા વિના તમે જવાબ આપી શકશો. પરંતુ દરેક વ્યક્તિ માટે આ સરળ કાર્ય નથી કારણ કે કેટલાક લોકો તેને શોધવા માટે મોટો સમય લે છે. તમને જણાવી દઇએ કે આ ફોટો @dharamifs_HP દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘પક્ષી શોધો.’ લોકો ફોટો જોઈને લોકો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.