ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની નાનકડી છોકરી ધૂમ મચાવી રહી છે.
ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન રબારી સાથે થઈ હતી. પવન એ કિંજલના પિતાના મિત્ર મનુ રબારીનો દીકરો છે.
માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવે હવે યુવાનીમાં પગ મૂકી દીધો છે.
અમદાવાદ ખાતે 12 કોમર્સનો અભ્યાસ કરીને અન્ય શહેરમાં કોલેજનો અભ્યાસ કરતી કિંજલ કાયદેસર લગ્ન કરવાની ઉંમર થતાં અખાત્રીજના મૂહુર્તમાં સગાઈ કરવામાં આવી હતી. સફળતાની ટોચ પર રહેલી કિંજલ પરંપરાગત રીતે સગાઈ કરી છે.
કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી વસૂલ કરે છે.