કઠુઆ-ઉન્નાવ કેસ પર મોદીના મંત્રી બોલ્યા આટલા મોટા દેશમાં થતી રહે છે દુષ્કર્મની એક-બે ઘટનાઓ

દેશમાં બાળકીઓ સાથે દુષ્કર્મ મામલે એક તરફ મોદી સરકાર કડક કાયદો બનાવી રહી છે. તો બીજી તરફ મોદી કેબિનેટ મંત્રી સંતોષ ગંગવારએ  વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.

કઠુઆ દુષ્કર્મ મામલે ગંગવારે કહ્યુ કે ભારત જેવા મોટા દેશમાં દુષ્કર્મની એક-બે ઘટનાઓ તો થતી રહે છે. એ કોઇ મોટી વાત નથી.

કેન્દ્રના શ્રમ મંત્રી સંતોષ ગંગવારએ શનિવારે આ વાત ઉત્તર પ્રદેશના બરેલીમાં કહી હતી. તેણે જણાવ્યુ કે એક તરફ ઘટનાઓને રોકવામાં નથી આવતી છતા પણ સરકાર દરેક જગ્યાએ તત્પરતાથી સક્રિય છે અને પોતાનું કામ કરી રહ્યી છે. જણાવી દઇએ કે કે છેલ્લા દિવસોમાં કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયુ હતુ.

હકીકતમાં, જમ્મુ-કશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ કેસથી સમગ્ર દેશ હચમચી ઉઠયો છે. જાણાવી દઇએ કે કઠુઆમાં લઘુમતી સમયુદાય વિસ્તારમાં બાળકીને નિશાને બનાવી હતી. બાળકીના પરિવારે સુપ્રીમ કોર્ટથી આ કેસની સુનાવણી જમ્મુના બજાય ચંદીગઢમાં કરાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ આ અંગે જમ્મુ-કશ્મીર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

આ ઉપરાંત, છેલ્લા દિવસોમાં ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પણ આ જ રીતે યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની. પીડિતાએ ઉન્નાવના ભાજપ ધારાસભ્ય કુલદીપ અને તેમના સાથીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. હાલમાં કુલદીપ સેંગર સીબીઆઇ કસ્ટેડીમાં છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top